નેશનલ

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં ₹ ૧૨૦ કરોડનાં વાહનો વેચાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્રનું કેપીટલ પાટનગર રાજકોટની જનતા ગમે તેવી મોંઘવારી કે મંદીને પણ મહાત આપીને મોજશોખ પૂરા કરનારી રંગીલી પ્રજા છે. શહેરમાં દિવાળીના તહેવાર ચોથથી લઇને દસ દિવસ દરમિયાન ધનતેરસ તેમજ લાભ પાંચમના દિવસે વધુ વાહન વેચાયાં હતાં. મનપાને વાહનવેરા પેટે થયેલી આવકના સત્તાવાર રિપોર્ટ મુજબ તા.૧લીથી તા.૧૬મી સુધીમાં ટુ વ્હીલરથી માંડી ફોર વ્હીલર અને ૬ વ્હીલર સુધીના ૨૫૪૦ વાહન વેચાયાં હતાં. વાહનોની કુલ કિંમત રૂ.૧૨૦ કરોડથી વધુ હતી અને તેના સરેરાશ દોઢ ટકા લેખે મનપાને રૂ. ૧.૮ કરોડ જેટલી વાહન વેરા પેટેની આવક થઇ હતી.
કોઇ પણ નવા વાહન ખરીદી થાય એટલે રોડ ટેક્સના રૂપમાં વાહન વેરો મનપા વસૂલે છે. વન ટાઇમ એટલે કે વાહન ખરીદ થાય ત્યાંરે એક જ વખત મનપાને એ ચુકવવાનો થાય છે. અગાઉ વાહનની કિંમત ઉપર વેરો વસૂલવામા આવતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાહન ખરીદી માટે અષાઢી બીજ, દશેરા, ધનતેરસ, લાભ પાંચમ શુભ દિવસ ગણવામાં આવે છે. છેલ્લે દશેરા પર વાહન બજારમાં ફોર વ્હીલરની જેટલી ખરીદી થઇ હતી તેનાથી આ વખતે દિવાળીના તહેવારમાં ધનતેરસ અને લાભ પાંચમે ઓછી થઇ છે. કુલ ૨૫૪૦ વાહનોમાંથી ૫૯૮ વાહન ફોર વ્હીલર છે તેની સામે ટુ વ્હીલર વેચાણની સંખ્યા ૧૮૩૮ છે. વેરા શાખાના જણાવ્યા અનુસાર આ વર્ષે નવ નોરતા અને દશેરાના દિવસોમાં કુલ ૨૨૦૨ વાહનનું વેચાણ થયું છે. નવરાત્રી અને દશેરાના દિવસોમાં લોકો શુકનવંતી ખરીદી વધુ કરતા હોય છે. આ દસ દિવસમાં ૧૬૮૪ ટુ વ્હીલર વેચાયાં હતાં તો ૩૭૬ મોટરકાર લોકોએ છોડાવી હતી. ધનતેરસ અને લાભપાંચમે ડિલિવરી છોડાવવા માટે ત્રણ મહિના અગાઉથી જ બુકિંગ થઇ ગયા હતા. ખાસ કરીને કાર માર્કેટમાં જેમનું લાંબુ વેઇટિંગ હોય છે તેવા મોડલ માટે એડવાન્સ બુકિંગ થયાં હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress