Lok sabha Election Result: વારાણસી બેઠક પર PM મોદી આગળ, અમિત શાહે પણ લીડ મેળવી
લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી (Loksabha Election Result) ચાલુ થઇ ગઈ છે, પ્રારંભિક વલણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) વારાણસી(Vavanasi) બેઠક પર આગળ છે, કોંગ્રેસના ઉમેદવાર અજય રાય બીજા ક્રમે છે. વડા પ્રધાન મોદી અહીંથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અજય રાય પણ વારાણસી સંસદીય ક્ષેત્રથી સતત ચોથી ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી કુલ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
વારાણસી લોકસભા સીટ માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે વારાણસી લોકસભા સીટ પર 56.35% મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારોની સંખ્યા લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019ની સરખામણીમાં ઘણી ઓછી રહી છે. આ વખતે વારાણસી લોકસભા સીટ પરથી માત્ર 7 ઉમેદવારો મેદાનમાં હતા. વારાણસીમાં આ વખતે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય ઈન્ડિયા એલાયન્સ તરફથી ઉમેદવ છે, તેમના સિવાય બસપાના અથર જમાલ લારી અને અપના દળ કામેરાવાડીના ગગન પ્રકાશ યાદવ પણ વારાણસીથી ચૂંટણી મેદાનમાં છે.