આ કારણોને લીધે આ રૂટ પર Vande Bharat ટ્રેનની ઝડપ ઘટાડવામાં આવી ….
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનને લઈને ઇંડિયન રેલવેએ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. રેલવે વિભાગે વંદે ભારત ટ્રેનની સ્પીડ પર બ્રેક લગાવી દીધી છે એટલે કે હવે વંદે ભારત ટ્રેન પહેલાંની સરખામણીમાં ઓછી સ્પીડે ચાલશે. નિઝામુદ્દીન, દિલ્હી રેલ્વે સ્ટેશનથી રાણી કમલાપતિ અને ખજુરાહો જતી વંદે ભારત ટ્રેનની સ્પીડ 160 થી ઘટાડીને 130 કિલોમીટર પ્રતિ કલાક કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા દિલ્હી અને આગ્રાની વચ્ચે KAVACH સિસ્ટમ લગાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ પૂર્ણ ત્યાં સુધી ટ્રેનોની ઝડપ ઓછી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેનની ઝડપ ઓછી કરવાનો નિર્ણય સુરક્ષા કારણોસર લેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ સુરક્ષિત ટ્રેન સંચાલનને લઈને રેલવેની ચિંતા વધી ગઈ છે. રેલ્વે ટ્રેન દુર્ઘટનાઓને રોકવા માટે ઘણા રેલમાર્ગો પર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. રેલ્વે તમામ રૂટ અને ટ્રેનોને સ્વદેશી અથડામણ વિરોધી ઉપકરણ કવચથી સજ્જ કરવાનું કામ ઝડપી કરી રહ્યું છે. અને ત્યાં સુધી હાઈસ્પીડ ટ્રેનોની સ્પીડ ઘટાડવામાં આવી રહી છે.
રેલવે દ્વારા આ મહત્વની જાણકારી આપી છે :
નવી દિલ્હીથી પલવલ-આગ્રા રેલવે ભાગ પર પણ ટ્રેનોનીઓ ગતિ ઘટાડવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી-રાણી કમલાપતિ વંદે ભારત, હઝરત નિજામુદ્દીન-ખજુરાહો વંદે ભારત અને નવી દિલ્હી-વીરાંગના રાણી લક્ષ્મીબાઈ ઝાંસી ગતિમાન એકપ્રેસની મહતમ ગતિ 1600 કિમી પ્રતિ કલાકની છે.
આ રુટ પર કવચ નેટવર્ક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
પલવલ-આગ્રાની વચ્ચે લગભગ 80 કિમી પર આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આ બધા રેલવેના ભાગો પર કામ પૂરું થાય ત્યાં સુધી ટ્રેનોમી મહતમ ગતિ 130 કિમી પ્રતિ કલાક કરી દેવાનો નિર્ણય કરી દેવાં આવાયો છે. કામ પૂર્ણ થાય ત્યાં સુધી ઝડપ ઓછી જ રાખવામાં આવશે.
Also Read –