નેશનલ

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં નહિ ચાલે વીઆઈપી કે ઇમરજન્સી ક્વોટા, પાસ સિસ્ટમ પણ નહિ ચાલે

નવી દિલ્હી : ભારતમાં રેલવે વંદે ભારત સ્લીપર શરૂ કરવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમજ આ ટ્રેન આ મહિના અંત સુધી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા (હાવડા જંક્શન) અને આસામના ગુવાહાટી (કામખ્યા જંક્શન) વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેન ઉત્તર-પૂર્વ ભારતને પૂર્વ ભારત સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ રાત્રિ ટ્રેન 14 કલાકમાં 968 કિમીનું અંતર કાપશે. તેમજ મળતી માહિતી મુજબ આ ટ્રેન વીઆઈપી અને ઇમરજન્સી ક્વોટા રાખવામાં નથી આવ્યો. તેમજ અધિકારીઓ પણ પાસથી ટ્રેનમાં મુસાફરી નહિ કરી શકે.

મુસાફરોને ફક્ત કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવશે

આ ઉપરાંત વંદે ભારત સ્લીપર ટ્રેનમાં સામાન્ય લોકોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ટ્રેનમાં VIP કે ઇમરજન્સી ક્વોટા ઉપલબ્ધ રહેશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉચ્ચ અને વરિષ્ઠ રેલ્વે અધિકારીઓને આ ટ્રેનમાં તેમના ટ્રાવેલ પાસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહેવાલ મુજબ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી માટે મુસાફરોને ફક્ત કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવશે. વેઇટિંગ લિસ્ટ અને RAC ટિકિટ ઇસ્યુ કરવામાં નહિ આવે.

આ પણ વાંચો: વંદે ભારત સ્લીપર ટ્રેનમાં RAC કે વેઇટિંગ ટિકિટ નહીં મળે, જાણો ભાડું અને સુવિધાઓની સંપૂર્ણ વિગત

સ્લીપર ટ્રેનમાં કુલ 823 સીટો હશે

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સંપૂર્ણપણે અપગ્રેડેડ બેડરોલ આપવામાં આવશે.જે અન્ય ટ્રેનોમાં મળતા બેડરૂમ કરતા અલગ અને સારી ગુણવત્તાવાળા હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. ટ્રેનમાં તમામ સ્ટાફ વિશેષ પોશાક પહેરશે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 18 કોચ હશે. એક ફર્સ્ટ એસી, ચાર સેકન્ડ એસી અને 11 થર્ડ એસી કોચ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 823 સીટો હશે. જેમાં થર્ડ એસીમાં 611 સેકન્ડ એસીમાં 188 અને ફર્સ્ટ એસીમાં 24 સીટોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વંદે ભારત સ્લીપરના એક કોચની કિંમતી જાણો છો? આંકડો જાણીને ચોંકી ઉઠશો…

હાવડા અને કામખ્યા વચ્ચે અનેક સ્ટેશનો

કોલકાતાના હાવડા અને કામખ્યા (ગુવાહાટી) વચ્ચે ચાલતી વંદે ભારત સ્લીપર ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંદેલ, નવદ્વીપ ધામ, કટવા, અઝીમગંજ, ન્યૂ ફરક્કા, માલદા ટાઉન, અલુઆબારી રોડ, ન્યૂ જલપાઇગુડી, જલપાઇગુડી રોડ, ન્યૂ કૂચ બિહાર, ન્યૂ અલીપુરદુઆર, ન્યૂ બોંગાઇગાંવ અને રંગિયા રેલ્વે સ્ટેશનો પર રોકાશે. કામખ્યા જંકશન રેલ્વે સ્ટેશન આસામના ગુવાહાટીમાં સ્થિત છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button