શું Vande Bharat સ્લીપર કોચના ઉત્પાદનમાં થઈ રહ્યો છે વિલબં ? રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી : ભારતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ મુસાફરોને અનેક નવી સુવિધા પણ વધી રહી છે. તેવા સમયે વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેનની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાને મુદ્દે ચાલી રહેલી અટકળોની રેલવે મંત્રીએ ફગાવી દીધી છે. જેમાં એવી ચર્ચાઓ હતી કે ટ્રેનની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં ડિઝાઇનની મંજૂરીની સમસ્યાઓના કારણે વિલંબ થઈ રહ્યો છે. આ અંગે સમાચાર એજન્સીને આપેલા નિવેદનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ટ્રેનો બનાવવા માટે પસંદ કરાયેલી રશિયન કંપની માટે ડિઝાઇન ક્યારેય કોઈ મુદ્દો નથી. રશિયન કંપની ટ્રાન્સમાશોલ્ડિંગ (TMH)ના અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ભારતીય રેલવેએ ટ્રેનમાં ટોયલેટ અને પેન્ટ્રી કારની માંગ કરી છે. જેના કારણે ટ્રેનની ડિઝાઇનમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો છે.
રેલવે મંત્રીએ આ વાતને ફગાવી દીધી
મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ કંપનીએ ડિઝાઇનમાં ફેરફાર અંગે રેલવે મંત્રાલયની ચિંતાઓને સંબોધિત કરી અને તેને મંજૂરી માટે મંત્રાલયને મોકલી છે. પરંતુ મંત્રાલયે હજુ સુધી તેની સંમતિ આપી નથી. જોકે, રેલવે મંત્રીએ આ વાતને ફગાવી દીધી હતી.
Also Read – કેન્દ્ર સરકારને વિપક્ષ સામે ઝૂકવું પડ્યુંઃ JPCનો કાર્યકાળ લંબાવ્યો, જાણો Waqf Bill ક્યારે આવશે?
ઉત્પાદન વધારવા માટે કામ શરૂ
ભારતીય રેલ્વે વંદે ભારત સ્લીપર ટ્રેનોનું ઉત્પાદન વધારવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. દેશમાં વિકસિત વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતર અને રાતોરાતની મુસાફરીને આવરી લેશે. BEML પછી, રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર તેની લાતુર સ્થિત રેલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો માટે 1920 કોચનું ઉત્પાદન શરૂ કરવા માટે કામ કરી રહી છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કોન્ટ્રાક્ટ ત્રણ કંપનીઓને અપાયો
મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નવી આવૃત્તિ બનાવવાનો કોન્ટ્રાક્ટ ત્રણ કંપનીઓ બીઇએમએલ, કિનેક્ટ રેલવે સોલ્યુશન(રશિયન કંપની) અને ટીટાગઢને આપ્યો છે. રેલ સિસ્ટમ્સ લિમિટેડ અને ભારત હેવી એન્જિનિયરિંગ લિમિટેડના કન્સોર્ટિયમને આપવામાં આવ્યું છે. તેમાંથી કિનેક્ટ રેલ્વે સોલ્યુશન્સ ભારતીય રેલ્વેની વંદે ભારત સ્લીપર ટ્રેનો માટે 6.5 બિલિયન યુએસ ડોલરના કરાર હેઠળ કોચનું ઉત્પાદન કરશે.
વંદે ભારત સ્લીપર ટ્રેન નવી દિલ્હીથી શ્રીનગર રૂટ પર દોડશે
અહેવાલ મુજબ પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન નવી દિલ્હીથી શ્રીનગર રૂટ પર દોડશે. આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન જાન્યુઆરી 2025માં શરૂ થશે. આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પર દોડશે. જે મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે વધુ સારી મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. વંદે ભારત સ્લીપર ટ્રેન નવી દિલ્હી અને શ્રીનગર વચ્ચે 800 કિલોમીટરથી વધુનું અંતર 13 કલાકથી ઓછા સમયમાં કાપશે. પ્રથમવાર નવી દિલ્હી અને કાશ્મીર ખીણ વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી હશે જ્યાં અત્યાર સુધી આવી કોઈ સીધી લિંક નથી.