નેશનલ

આનંદો! આ રૂટ પર શરૂ થવા જઈ રહી છે વંદે ભારત મેટ્રો જાણો સંપૂર્ણ માહિતી

દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે ભારતીય રેલવે 200 km ની રેન્જમાં આવતા મહત્વના સ્ટેશનો વચ્ચે વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. એમ જાણવા મળ્યું છે કે રેલવે 8 થી વધુ અલગ અલગ રૂટ પર વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. આ માર્ગો માં બેતુલ સાગર અને શાજાપુર માટે વંદે ભારત મેટ્રો સેવાનો સમાવેશ થાય છે જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 200 કિલોમીટરની રેન્જમાં આવતા સ્ટેશનો છે. આ ઉપરાંત આ સેવા દિલ્હી અને આગ્રા વચ્ચે પણ શરૂ કરવામાં આવશે.

વંદે ભારતની આ નવી ટ્રેન સેવા રાજધાની દિલ્હીથી તાજ મહાલના શહેર આગ્રા સુધી શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વંદે ભારત મેટ્રો દ્વારા 200 kmની આ સફર માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રેનની ટ્રાયલ જુલાઈ મહિનામાં શરૂ થશે. ભોપાલથી ચાલતી વંદે ભારત મેટ્રો ટ્રેનના વાત કરીએ તો પહેલી ટ્રેન ભોપાલથી બેતુલ વાયા હોશંગાબાદ ઇટારાસી સુધી ચાલશે, જ્યારે બીજી ટ્રેન ભોપાલથી સાગર થઈને બીનાથી જોડાશે. ત્રીજી ટ્રેન સિહોર થઈને શાજાપુર જશે.

અન્ય રૂટની વાત કરીએ તો મુંબઈ અને તેના ઉપનગરીય શહેરોને આવરી લેતી વંદે ભારત મેટ્રો સેવા પણ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત કાનપુર-લખનઊ વંદે ભારત મેટ્રો, દિલ્હી-મેરઠ વંદે ભારત મેટ્રો, મુંબઈ-લોનાવાલા વંદે ભારત મેટ્રો, વારાણસી-પ્રયાગરાજ વંદે ભારત મેટ્રો, પૂરી-ભુવનેશ્વર વંદે ભારત મેટ્રો, દહેરાદુન-કાટગોદામ વંદે ભારત મેટ્રો અને આગ્રા-મથુરા-વૃંદાવન વંદે ભારત મેટ્રો સેવા શરૂ થવાની શક્યતા છે.


ભારતીય રેલવે જુલાઈમાં યોજાનારી ટૂંકા અંતરની વંદે મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની સાથે નવી મુસાફરી શરૂ કરવા જઈ રહી છે. આ સિવાય વંદે ભારતના સ્લીપર વર્ઝનનું ટ્રાયલ આવતા મહિને શરૂ થશે. ટ્રાયલ 1000 કિલોમીટરથી વધુના રૂટને આવરી લેશે. વંદે મેટ્રો ટ્રેન 100 થી 250 kmના અંતર માટે ડિઝાઇન કરવામાં આવી છે જે લગભગ 124 શહેરો વચ્ચે જોડાણ સ્થાપિત કરશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ