ભારતની હાઈ સ્પીડ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન કઈ?
દેશના 24 રાજ્યના 256 જિલ્લાને કવર કરીને 104 ટ્રેનની સર્વિસ દોડાવાય છે…
નવી દિલ્હીઃ દેશની લાઈફલાઈન ભારતીય રેલવેએ પોતાની રફતાર વધારવા માટે વંદે ભારત એક્સપ્રેસને લોન્ચ કરી હતી, જે ધીમે ધીમે દેશના મહત્ત્વના શહેરોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તબક્કાવાર દેશના મહત્ત્વના રાજ્યોની આવરી લેતા વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવી રહી છે, જેમાં 51 જોડી 104 ટ્રેનનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી 24 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 256 જિલ્લાને કવર કરે છે.
રાજધાનીથી લઈને શતાબ્દી, દૂરંતો વગેરે એક્સપ્રેસ ટ્રેનોને દોડાવાય છે, પરંતુ વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓને પણ ટ્રાવેલ કરવામાં રાહત થઈ છે. આમ છતાં ભાડાંમાં વધારો પ્રવાસીઓ માટે કષ્ટવાળી વાત છે.
વંદે ભારત ટ્રેન પણ સુપર હાઈ સ્પીડ નથી, પરંતુ સેમી હાઈ સ્પીડની ટ્રેનની ગણતરી કરવામાં આવે છે. દેશના મહત્ત્વના રાજ્યોને આવરી લે છે, જ્યારે તેની પાંચ ટોચની હાઈ સ્પીડ ટ્રેન કઈ અને તેનું ભાડું કેટલું છે એ વાતની વાત કરીએ.
વંદે ભારત ટ્રેનનું નેટવર્ક 2019થી શરુ કરવામાં આવ્યું હતું, જ્યારે તબક્કાવાર દરેક રાજ્યમાં લોન્ચ પણ કરવામાં આવી છે, જેમાં 54 જોડી ટ્રેન દોડાવાય છે, પરંતુ આ વર્ષમાં 60 નવી વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના છે. 10 ટ્રેન લોન્ચ કરી છે, જેમાં અમદાવાદ-મુંબઈ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, ન્યુ જલપાઈગુડી-પટણા, પુરી-વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.
આમાંથી સુપર હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની સ્પીડ કલાકના 180 કિલોમીટરની પણ છે, જેમાં પાંચ વંદે ભારત ટ્રેન છે તો દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ (દિલ્હીથી વારાણસી કલાકના 96.37 કિલોમીટરની છે), હઝરત નિઝામુદ્દીન રાણી કમલાપતિ વંદે ભારત એક્સપ્રેસ કલાકના 95.89 કિલોમીટરની છે)નું નામ લેવાય છે.
ભારતની સૌથી હાઈ સ્પીડ વંદે ભારત નવી દિલ્હીથી વારાણસીની વચ્ચે દોડાવાય છે. 2019માં સૌથી પહેલી શરુ કરી હતી, જેમાં ટ્રેનની એવરેજ સ્પીડ કલાકના 96.37 કિલોમીટરની હતી. 771 કિલોમીટરનું ડિસ્ટન્સ આઠ કલાકમાં કવર કરતી હતી.
આ ઉપરાંત, સિકંદરાબાદ-વિશાખાપટ્ટન વંદે ભારત એક્સપ્રેસ (કલાકના 84.21 કિલોમીટર), નવી દિલ્હી-અંબ અંદૌરા વંદે ભારત (કલાકના 84.21 કિલોમીટરની ઝડપ), ચેન્નઈ-કોઈમ્બતુર વંદે ભારત (કલાકના 90.36 કિલોમીટરની ઝડપ) અને હઝરત નિઝામુદ્દીન-રાણી કમલાપતિ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.