ટ્રેનથી વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, અનેક ટ્રેનો કેન્સલ અને ડાયવર્ટ કરાઈ | મુંબઈ સમાચાર
નેશનલ

ટ્રેનથી વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, અનેક ટ્રેનો કેન્સલ અને ડાયવર્ટ કરાઈ

શ્રીનગર : ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી ટ્રેન દ્વારા વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં જમ્મુ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ્વેએ અનેક ટ્રેનો રદ કરી છે અને ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વેના જમ્મુ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે કઠુઆ-માધોપુર પંજાબ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 17 પર ટેકનિકલ સમસ્યા સર્જાઈ છે. તેમજ પઠાણકોટ–જમ્મુ તવી સેક્શન પર ભૂસ્ખલન થવાને કારણે અવરોધ સર્જાયો છે. આ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનો નિર્ધારિત સ્ટેશનોને બદલે અન્ય સ્ટેશનોથી શરૂ થશે અથવા સમાપ્ત થશે.આ ફેરફાર આગામી સૂચના સુધી અમલમાં રહેશે.

સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનો

  1. 11 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19027, બાંદ્રા ટર્મિનસ–જમ્મુ તવી એક્સપ્રેસ રદ રહેશે.
    2.13 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19028, જમ્મુ તવી–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
    3.12 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19415, સાબરમતી–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
    4.14 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19416, શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
    5.ગાડી સંખ્યા 19107, ભાવનગર ટર્મિનસ–એમસીટીએમ ઉધમપુર એક્સપ્રેસ આગામી સૂચના સુધી રદ રહેશે.
    6.ગાડી સંખ્યા 19108, એમસીટીએમ ઉધમપુર–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ આગામી સૂચના સુધી રદ રહેશે.

    આ પણ વાંચો: ત્રણ અઠવાડિયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: ભૂસ્ખલનના કારણે થઈ હતી યાત્રા સ્થગિત

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો

  • ગાડી સંખ્યા 19027 બાંદ્રા ટર્મિનસ–જમ્મુ તવી એક્સપ્રેસ 18 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી લુધિયાણા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તથા આ ટ્રેન લુધિયાણા–જમ્મુ તવી વચ્ચે આંશિક રદ રહેશે.
  • ગાડી સંખ્યા 19028 જમ્મુતવી–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 20 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી જમ્મુતવીના બદલે લુધિયાનથી શોર્ટ ઓરિજીનેટ થશે, તથા આ ટ્રેન જમ્મુ તવી–લુધિયાણા વચ્ચે આંશિક રદ રહેશે.
  • ગાડી સંખ્યા 19415 સાબરમતી–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા 19 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી અમૃતસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમૃતસર– શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે આંશિક રદ રહેશે.
  • ગાડી સંખ્યા 19416 શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ 21 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા ના બદલે અમૃતસરથી શોર્ટ ઓરિજીનેટ થશે તથા આ ટ્રેન શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–અમૃતસર વચ્ચે આંશિક રદ રહેશે.
  • ગાડી સંખ્યા 19223 સાબરમતી–જમ્મુતવી 15 ઓક્ટોબર 2025 સુધી ફિરોઝપુર કૅન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન ફિરોઝપુર કૅન્ટ–જમ્મુતવી વચ્ચે આંશિક રદ રહેશે.
  • ગાડી સંખ્યા 19224 જમ્મુતવી–સાબરમતી એક્સપ્રેસ 15 ઓક્ટોબર 2025 સુધી જમમૂતવી ના બદલે ફિરોઝપુર –
    કૅન્ટથી શોર્ટ ઓરિજીનેટ થશે, તથા આ ટ્રેન જમ્મુતવી–ફિરોઝપુર વચ્ચે આંશિક રદ રહેશે.

    આ પણ વાંચો: હવે વંદે ભારતમાં જઈ શકશો દિલ્હીથી સીધા શ્રીનગર, વાયા વૈષ્ણોદેવી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button