મા વૈષ્ણોદેવીના દર્શનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, રવિવાર સુધી આટલા ભક્તો પહોંચ્યા, વહીવટીતંત્ર થયું એલર્ટ
નવી દિલ્હી: આ વર્ષે માતાના દરબાર વૈષ્ણો દેવીની યાત્રાનો દસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગત રવિવારે એટલે કે 24 ડિસેમ્બરના રોજ 93 લાખ 20 હજાર ભક્તો મા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધારે દર્શનાર્થીઓની સંખ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં માતાના દરબારમાં ભક્તોની સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. તેથી સમયસર બેઝ કેમ્પ કટરાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
માતા વૈષ્ણોદેવીનું શ્રાઈન બોર્ડ ભક્તોની વધતી સંખ્યા જોઈને ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે વર્ષ 2013માં 93 લાખ 23647 ભક્તો માં વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ લગભગ 93 લાખ 20 હજાર ભક્તો માં વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. ત્યારે 25 ડિસેમ્બરના રોજ તો રવિવાર કરતા પણ વધારે ભક્તો દર્શનાર્થે આવ્યા હતા એટલે 2013માં જે સૌથી વધારે દર્શનાર્થીઓનો રેકોર્ડ હતો તે તૂટી ગયો છે.
નવું વર્ષ આવી રહ્યું છે. ત્યેર યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ ખૂબજ જોરશોરમાં ચાલી રહ્યું છે. એક જ દિવસમાં 18 હજાર યાત્રીઓએ રજીસિટ્રેશન કરાવ્યું હતું અને આ સંખ્યા રોજે રોજ વધી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિકોના અનુમાન પ્રમામે દરરોજ અંદાજે 38 હજારથી 45 હજાર શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. અંદાજે આ સંખ્યા 45 થી 50 હજાર ઉપર પહોંચી શકે છે. આ વર્ષે માતા વૈષ્ણો દેવી દરબારમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. નોંધનીય છે કે નવા વર્ષની શરૂઆત પહેલા ભક્તો માતાના દર્શનને ખૂબ જ શુભ માને છે.