ઉત્તરાખંડ: રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિ 2 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે તેનો ડ્રાફ્ટ રિપોર્ટ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને સુપરત કરશે. ડ્રાફ્ટ રિપોર્ટ સબમિટ કરવા માટે નિષ્ણાત સમિતિના અધ્યક્ષ, ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને તેમની ટીમ મુખ્ય સેવક સદનમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ખાતે પહોંચશે. 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય પ્રધાન ધામીએ UCCને લાગુ કરવા માટે ન્યાયમૂર્તિ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ રિપોર્ટ તૈયાર કરવા માટે મુખ્ય પ્રધાને સમિતિનો કાર્યકાળ ત્રણ વખત લંબાવ્યો હતો. આ દરમિયાન સમિતિએ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે જનતાનો સર્વે કર્યો હતો.
આ નિષ્ણાત ટીમે બીજી અન્ય પેટા ટીમો રચના કરી અને સમાજના પ્રતિષ્ઠિત લોકો, સામાજિક કાર્યકરો, ધર્મગુરુઓ, સંતો અને જાગૃત નાગરિકો સાથે ચર્ચા કરી અને સૂચનો લીધા. તેમજ સમાજના સામાન્ય નાગરિક સાથે વાત કરી અને તેમના મંતવ્યો પણ લીધા. તમામ પેટા ટીમોએ રાજ્યના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી અને સામાન્ય નાગરિકો સાથે બેઠકો કરીને તેમની પાસેથી સૂચનો લીધા હતા. આ રીતે સમિતિને લગભગ 2.5 લાખ સૂચનો મળ્યા હતા. અને આ તમામ સૂચનો ભેગા કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં લગભગ ત્રીસ જેટલી બેઠકો કરવામાં આવી હતી. મુખ્ય ટીમે કેન્દ્રીય કાયદા પંચ સાથે પણ UCC પર પણ ચર્ચા કરી અને આખી કવાયત બાદ કમિટીએ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.
નિષ્ણાત સમિતિ આજે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ પોતાનો રિપોર્ટ મુખ્ય પ્રધાનને રિપોર્ટ સુપરત કરશે. અને ત્યારબાદ 3 ફેબ્રુઆરીએ રાજ્ય કેબિનેટની બેઠકમાં સરકાર UCCના આ રિપોર્ટ પર ચર્ચા કરશે અને બિલને મંજૂરી આપશે. ત્યારબાદ યુસીસી બિલ 5 ફેબ્રુઆરીથી શરૂ થતા વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગૃહ દ્વારા પસાર થયા બાદ તેને રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ આ કાયદો અમલી બનશે. જોકે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે કે નહિ તે અંગે રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...