નેશનલ

ઉત્તરાખંડમાં બે રોપ-વે પ્રોજેક્ટને મંજુરી, માત્ર 36 મિનીટના કેદારનાથ પહોંચશે શ્રધ્ધાળુ

દહેરાદૂન : ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે હાલ ચાર ધામ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે જતા શ્રધ્ધાળુઓ માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં હવે કેદારનાથ યાત્રા સરળ બનશે. શ્રધ્ધાળુઓ રોપ-વેની મદદથી સોનપ્રયાગ થી કેદારનાથ માત્ર 36 મિનીટમાં જ પહોંચી શકશે.

6800 કરોડના બે રોપ-વે પ્રોજેક્ટના વિકાસ માટે કરાર

ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડે સાથે 6800 કરોડ રૂપિયાના બે રોપ-વે પ્રોજેક્ટના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ 2 રોપ-વે પ્રોજેક્ટ્સમાં 12.9 કિમી લાંબો સોનપ્રયાગ-કેદારનાથ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેનો અંદાજિત ખર્ચ 4100 કરોડ રૂપિયા છે અને 12.4 કિમી લાંબો ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબ પ્રોજેક્ટનો ખર્ચ 2700 કરોડ રૂપિયા છે.

કેદારનાથ 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક

ઉત્તરાખંડમાં 3583 મીટરની ઉંચાઈ પર સ્થિત ભગવાન શિવનું મંદિર કેદારનાથ 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે જે 16 કિમીની પડકારજનક યાત્રા છે. તેથી સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટમાં 12.4 કિમી લાંબો હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ હેમકુંડ સાહિબને ગોવિંદઘાટ સાથે જોડશે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલીમાં સમુદ્ર સપાટીથી 15 હજાર ફૂટની ઊંચાઈ પર છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક ઓળખ મળશે

આ પ્રોજેક્ટ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, આ રોપ- વેથી રાજયની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક ઓળખ મળશે. તેમજ પ્રવાસન, રોજગાર સર્જન અને પર્યાવરણ સંરક્ષણને નવી દિશા આપશે. તેમજ રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબુત કરશે.

આ પણ વાંચો…યાત્રિકો ખાસ નોંધ લે! ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button