નેશનલ

ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત 34 ઘાયલ

પિથોરાગઢ : ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 34 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના લગ્નના જાનૈયાઓને લઈ જતી બસ કાબુ બહાર થતા સર્જાઈ હતી. તેમજ તે 200 મીટર ઊંડી ખીણમાં પડી હોવાનું જાણવા મળ્યું છે.

બસ ઓવરલોડ હતી

આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે સર્જાયો હતો. આ અકસ્માત નેપાળના બૈતાડી જિલ્લાના પુરચૌરી-7 વિસ્તાર નજીક થયો હતો. જે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ઝુલાઘાટ સરહદને અડીને આવેલો છે. આ અંગે મળતી માહિતી મુજબ બસ ઓવરલોડ હતી. તેમજ અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાચો: ગોંડલ પાસે ભયાનક અકસ્માત: પુલ પરથી ખાબકેલી કારમાં આગ લાગતાં 3 લોકો ભડથું

બસ જાનૈયાઓને લઈને બૈતાડીથી બજંગ જઈ રહી હતી

આ બસ જાનૈયાઓને લઈને બૈતાડીથી બજંગ જઈ રહી હતી. જે બસે ગુરુવારે મોડી રાત્રે બૈતાડીના પુરચુની નગરપાલિકાના 7 ભવાન ગામથી સુનકુડા નજીક બડગાંવ વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઘાયલોને સ્થાનિક લોકોએ બચાવીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

આ બસ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે દાડેલધુરા હોસ્પિટલમાં 5 લોકોના મોત અને કોટિલા હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા. તેમજ બસ ઓવરલોડ હોવાના લીધે ચઢાણ ચડી શકી નહી અને ઊંડી ખીણમાં પડી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button