ED: કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘરે દરોડા, ઉત્તરાખંડથી દિલ્હી સુધી 12 સ્થળો પર EDની તપાસ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ પ્રદાન અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત આ તપાસ ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ સ્થળો પર થઈ રહી છે.
મડિયા અહેવાલ મુજબ કે મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ઈડીના આ દરોડા ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ વન પ્રધાન હરક સિંહ રાવત સાથે જોડાયેલા એક કૌભાંડ કેસમાં લગભગ એક ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
EDની ટીમ દેહરાદૂનના ડિફેન્સ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. EDએ હરક સિંહ રાવતના નજીકના લોકો સામે પણ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ EDએ કથિતવન જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી PMLA હેઠળ થઈ રહી છે. અગાઉ ઓગસ્ટ 2023માં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
હરક સિંહ રાવતને ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અનુશાસનહીનતાને કારણે કેબિનેટ પ્રધાન પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. હરક સિંહની સાથે તેમની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન પણ કોંગ્રેસમાં જોડાઈ હતી.