કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યા છો? તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો એન્ટ્રી નહીં મળે
દેહરાદુન: પ્રવાસીઓના ધસારાને કારણે હિમાલયન રાજ્યોમાં પ્લાસ્ટિકને કારણે પ્રદુષણ (Plastic pollution) વધી રહ્યું છે, જેની સામે ઉત્તરાખંડ સરકારે (Uttrakhand Government) મહત્વના પગલા ભર્યા છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોમાં ફરજિયાત ડસ્ટબિન રાખના નિયમનો કડક અમલ કરાવવા પ્રસાશનને નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડ પરિવહન વિભાગે તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા વાહનોની તપાસ કરવાની રહેશે.
હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પડોશી રાજ્યોના પરિવહન અધિકારીઓને પણ તેમના સહકાર અને પાલનની ખાતરી કરવા માટે પત્રો મોકલવામાં આવ્યા છે.
જો વાહનો નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો વહન ચાલકને દંડ કરવામાં આવશે અને તેમને રાજ્યમાં મુસાફરી કરવાની મંજૂરી આપતું ટ્રિપ કાર્ડ આપવામાં આવશે નહીં.
ઉત્તરાખંડ સરકારનું આ પગલું રાજ્યની સ્વચ્છતા અને સુંદરતા જાળવવાનો અને ગેરકાયદેસર કચરાના ડમ્પિંગને રોકવાનો એક પ્રયાસ છે.
આ પણ વાંચો :Kanwar Yatra: ‘સુનાવણી જલ્દી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે’ કોર્ટ સમક્ષ યુપી સરકારની વિનંતી
અધિકારીઓએ ખાસ કરીને ચાર ધામ અને અન્ય લોકપ્રિય પર્યટન સ્થળોના માર્ગો પર આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા અને કચરો નહીં રાખવા માટે પ્રવાસીઓ અને સંચાલકોની જવાબદારી પર ભાર મૂક્યો હતો.
રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ જણાવ્યું હતું કે, વાહનોને ટ્રીપ કાર્ડ આપતા પહેલા, તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમાં પાસે ડસ્ટબીન અથવા કચરાપેટી છે.
ગોવામાં પણ હંમેશા પ્રવાસીઓનો ધસારો રહે છે, મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે હાલના કાયદામાં સખત દંડની ખાતરી કરવા માટે સુધારો કરવામાં આવશે, જો પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે કચરો ફેંકતા પકડાશે તો એક વર્ષ માટે વાહનની પરમિટ રદ કરવામાં આવશે.