ઉત્તરાખંડમાં ઋષિકેશ ગંગોત્રી હાઈવે ભૂસ્ખલન, યમનોત્રી યાત્રા શરુ કરવા અંગે અસમંજસ

દહેરાદુન : ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે ઋષિકેશ ગંગોત્રી હાઈવે બગડધાર પાસે ભૂસ્ખલન બાદ ભારે માત્રામાં કાટમાળ પડતા રોડ પરિવહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ટ્રાફિક જામ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ એનએચ સહિત 177 રસ્તા બંધ છે. યમુનોત્રી હાઈવે બનાસ નારદ ચટ્ટી પાસે 20 દિવસથી બંધ પડ્યો છે.
યમનોત્રી યાત્રા શરુ કરવા અંગે પણ પ્રશ્નાર્થ
જેના લીધે યમનોત્રી યાત્રા શરુ કરવા અંગે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. વહીવટીતંત્ર 13 સપ્ટેમ્બરના રોજ યમુનોત્રી યાત્રા શરુ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના લીધે યાત્રિકોને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. જયારે રાજ્યમાં ગુરુવારે ત્રણ એનએચ સહિત 177 રોડ બંધ છે. જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવવી પડી રહી છે. જેમાં ટિહરીમાં 23, ચમોલીમાં 32, રુદ્ર પ્રયાગમાં 25, પૌડીમાં 12 અને ઉત્તર કાશી જીલ્લામાં 21 રોડ બંધ છે. દહેરાદુનમાં 16, હરિદ્વારમાં એક, પિથોરાગઢમાં 18, અલ્મોડામાં 16, બાગેશ્વરમાં 6 અને નૈનીતાલમાં સાત રોડ બંધ છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
આ ઉપરાંત હવામાન વિભાગે દહેરાદુન સહિત ઉત્તરકાશી, ચમોલી, પૌડી, બાગેશ્વર,નૈનીતાલ, ચંપાવત અને પિથોરાગઢ જીલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જયારે અન્ય જીલ્લામાં વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
આપણ વાંચો: ‘સુપરફાસ્ટ ટ્રેન’ બની ‘નમો ભારત’: ‘તુફાની સ્પીડ’ જાણશો તો ચોંકી જશો!