ટોપ ન્યૂઝનેશનલ

સમાન નાગરિક સંહિતા (UCC)લાગુ કરી ઇતિહાસ રચ્યો ઉત્તરાખંડે

દહેરાદૂનઃ ઉત્તરાખંડે આજે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code- UCC) ધારો લાગુ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડ યાત્રા પહેલા આજે બપોરે 12.30 કલાકે આ મહત્વપૂર્ણ કાયદો લાગુ કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાયદો આખા રાજ્યમાં એકસમાન રીતે લાગુ કરવામાં આવશે. રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના નાગરિકોને પણ આ કાયદો લાગુ પડશે. ઉત્તરાખંડમાં UCCની અધિસૂચના જારી કર્યા બાદ મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક પગલું છે. આ કાયદો બનાવવા માટે રાજ્ય સરકારના અધિકારીઓએ દિવસ રાત મહેનત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજનો દિવસ સમગ્ર ભારત માટે ઐતિહાસિક છે.

Also read: UCC મુદ્દે ચિંતા કરવાનું જરુરી નથીઃ કેન્દ્રીય કાયદા પ્રધાનની સ્પષ્ટતા

લોકોમાં સમાનતા લાવવા માટે બનાવવામાં આવેલો UCC ઉત્તરાખંડ રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. UCC કાનૂન લાગુ થયા બાદ રાજ્યના બધા રહેવાસીઓના અધિકાર એકસમાન થઇ ગયા છે. લોકોમાં સમાનતા લાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા આ કાનૂનમાં દરેક ધર્મની મહિલાઓ માટે હવે એક જ કાનૂન હશે. આજનો દિવસ મારી માટે ઘણો ભાવનાત્મક છે. આ કાનૂન લાગુ થવાથી ટ્રિપલ તલાક, હલાલા, ઇદ્ત, લીવ ઇન રિલેશનશીપ્સ, બહુપત્નીત્વની પ્રથા પર સંપૂર્ણપણે રોક લાગી જશે.

સીએમ ધામીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે યુનિફોર્મ સિવીલ કોડ કોઇ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી. આમાં કોઇને નિશાન બનાવવામાં આવ્યા નથી. સમાજમાં સમાનતા લાવવા માટે આ કાનૂન લાવવામાં આવ્યો છે. અમે કોઇ રિવાજ બદલવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર ખરાબ પ્રથાઓ દૂર કરી છે. ઉત્તરાખંડમાં 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સત્તાધારી ભાજપ દ્વારા UCCનો અમલ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. 2022ના માર્ચમાં ફરીથી સત્તારૂઢ થયા બાદ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની પ્રથમ મીટિંગમાં જ UCCના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાને મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ દેસાઇની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિએ UCC બિલને મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેના અમલીકરણ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા, જેને રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button