Haldwani Violence: બુલડોઝર કાર્યવાહી તો માત્ર બહાનું! ‘હિંસા’ નો પહેલેથી જ હતો પ્લાન? આ રહ્યા પુરાવા
નૈનીતાલ: ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધી 250 લોકોના ઘાયલ થયાના અને 4 લોકોના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે. હિંસા ફાટી નીકળવાનું કારણ મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર કાર્યવાહી કરવાનું માનવમાં આવે છે. પરંતુ હવે પ્રશાસને હલ્દવાની હિંસા અંગે મોટો ખુલાસો કર્યો છે. હલ્દવાની હિંસા પર નૈનીતાલના ડીએમ વંદના સિંહે કરેલા ખુલાસા કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યા છે. DN વંદના સિંહે (DM Vandana Singh of Nainital) પોતે કહ્યું છે કે હલ્દવાની હિંસા પાછળ મોટું ષડયંત્ર છે.
નૈનીતાલના ડીએમ વંદના સિંહના ખુલાસાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે હલ્દવાની હિંસા પાછળ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. નૈનીતાલના ડીએમ વંદના સિંહના જણાવ્યા અનુસાર, મસ્જિદ-મદરેસાને તોડતા પહેલા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે ત્યાં આટલી મોટી માત્રામાં પથ્થરો ન હતા.
પરંતુ કાર્યવાહીના દિવસે અચાનક આટલા પથ્થરો ક્યાંથી આવ્યા? તેમણે કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણ હટાવ્યાના અડધા કલાક પછી જ આગચંપી થઈ અને મસ્જિદની આસપાસના ઘરોની છત પરથી પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર પથ્થરોનો વરસાદ શરૂ થયો.
વંદના સિંહે કહ્યું, ‘હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં વિવિધ સ્થળોએ દબાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. દરેકને નોટિસ આપવામાં આવી હતી અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો હતો. કેટલાકે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જ્યારે કેટલાકને સમય આપવામાં આવ્યો. કેટલાકને સમય આપવામાં આવ્યો ન હતો. જ્યાં સમય આપવામાં આવ્યો ન હતો ત્યાં PWD અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કોઈ અલગ ગતિવિધિ ન હતી અને કોઈ ખાસ મિલકતને નિશાન બનાવવાનો ઇરાદો ન હતો.