ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા, બે લોકો ગુમ, બે ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા, બે લોકો ગુમ, બે ઘાયલ

દહેરાદૂન : દેશના પહાડી રાજ્યો વાદળ ફાટવાની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં હવે ઉત્તરાખંડમાં ત્રણ અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકમાં વાદળ ફાટ્યું છે. જેમાં બે લોકો ગુમ છે અને બે ઘાયલ છે. જ્યારે 20થી વધારે પશુઓ કાટમાળમાં દબાયાછે. જ્યારે બીજી તરફ ટિહરીના ભિલંગના બ્લોકના ગેંવાલી ગામ પર વાદળ ફાટ્યું છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. આ ઉપરાંત રુદ્રપ્રયાગમાં પણ વાદળ ફાટ્યું છે. જેમાં જખોલી બ્લોકના છેનાવડ,બાંગર સહિત અનેક વિસ્તારોમાં પૂરના લીધે નુકસાન થયું છે.

મોપાટામાં વાદળ ફાટવાની ઘટનાથી તબાહી

જેમાં ગુરુવારે મોડી રાત્રે દેવાલ તાલુકાના મોપાટામાં વાદળ ફાટવાની ઘટનાથી તબાહી મચી છે. જેના કેટલાક ઘરો કાટમાળમાં દબાયા છે. આ અંગે જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું કે મોપાટામાં રહેનારા તારા સિંહ અને તેમની પત્ની ગુમ થયા છે. જ્યારે વિક્રમ સિંહ અને તેમના પત્ની ઘાયલ છે. જ્યારે ગૌશાળા અને આવાસ કાટમાળમાં દબાયા છે. તેમજ 20 થી વધુ પશુઓ પણ કાટમાળમાં દબાયા છે.

રાહત અને બચાવ માટે ટીમ રવાના કરવામાં આવી

આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ માટે ટીમ રવાના કરવામાં આવી છે. તેમજ ચમોલીમાં ભારે વરસાદના પગલે રસ્તા અનેક સ્થળોએ તૂટી ગયા છે. તેમજ થરાલીમાં પણ ભારે વરસાદના પગલે લોકો મુશ્કેલીમાં છે. જયારે આદિબદરી અને કર્ણ પ્રયાગમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

કર્ણ પ્રયાગના સુભાષનગરમાં કાટમાળ પડતાં રોડ બ્લોક

જ્યારે કર્ણ પ્રયાગમાં ભારે વરસાદના પગલે કાલેશ્વરમાં પહાડનો કાટમાળ આવ્યો છે જે લોકોના ઘરમાં પ્રવેશ્યો છે. જેસીબી મશીનથી કાટમાળ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે અલકનંદા અને પિંડર નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે. તેમજ કર્ણ પ્રયાગના સુભાષનગરમાં કાટમાળ પડતાં રોડ બ્લોક છે.

ફૂટબ્રિજ અને રોડ અનેક જગ્યાએ તૂટી ગયા

આ ઉપરાંત ટિહરીના ભિલંગના બ્લોકના ગેંવાલી ગામ પર વાદળ ફાટ્યું છે. આ અંગે જિલ્લા વહીવટી અધિકારી બ્રિજેશ ભટ્ટે જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ખેતીની જમીન, પીવાના પાણીની લાઇન, વીજળીની લાઇનને નુકસાન થયું છે. મહેસૂલ વિભાગની ટીમ ગેનવાલી ગામ જવા રવાના થઈ ગઈ છે. જ્યારે ફૂટબ્રિજ અને રોડ અનેક જગ્યાએ તૂટી ગયા છે.

આપણ વાંચો:  ટેરિફ વાર વચ્ચે પણ ટ્રમ્પને આ સેક્ટરમાં ઝૂકવું પડશે, કારણ શું છે જાણી લો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button