નેશનલ

ઉત્તરાખંડમાં બસ ઊંડી ખીણમાં ખાબકતા 5ના મોત, ૧૩ ઘાયલ; મુસાફરો ગુજરાતી હોવાની શક્યતા

ટિહરી: ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં નરેન્દ્રનગર વિસ્તાર હેઠળ કુંજાપુરી-હિંડોલાખાલ નજીક આજે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા છે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ ૨૮ જેટલા મુસાફરો સવાર હતા, જોકે સીએમઓ ટિહરી, શ્યામ વિજયના નિવેદન મુજબ, બસમાં કુલ ૧૮ લોકો સવાર હતા, જેમાંથી પાંચના મોત થયા છે અને ૧૩ અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આપણ વાચો: Ratnagiri ST Bus Accident: શેનાલે ઘાટમાં બસ ૧૫ ફૂટ ઊંડી ખીણમાં પડી

ટિહરીના સીએમઓ શ્યામ વિજયે જણાવ્યું કે ૧૩ ઘાયલ મુસાફરોમાંથી, ત્રણને વધુ સારવાર માટે એઈમ્સ ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે ૧૦ને નરેન્દ્રનગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માત કુંજાપુરી મંદિર નજીક થયો હતો. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આપણ વાચો: સાપુતારામાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકી, 65થી વધુ પ્રવાસી કરતા હતા મુસાફરી

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “નરેન્દ્રનગર, ટિહરીમાં કુંજાપુરી મંદિર નજીક બસ અકસ્માતના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે.

હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ ભયંકર દુઃખ સહન કરવાની શક્તિ મળે.” મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે તેઓ જિલ્લા સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે અને ગંભીર રીતે ઘાયલોને એઈમ્સ ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button