નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : ઉત્તર પ્રદેશના આ ગામમાં સવારથી એક પણ વોટ નથી પડ્યો, કારણ જાણીને આશ્ચર્યમાં મુકાશો

નવી દિલ્હીઃ દેશમાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો(Loksabha Election 2024) માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) શરૂ થઈ ગયું છે પરંતુ ઉત્તર પ્રદેશના કૌશામ્બીનું(Kaushambi) એક ગામ એવું છે જ્યાં હજુ સુધી એક પણ વોટ નથી પડ્યો. મળતી માહિતી મુજબ કૌશામ્બીના સિરાથુ તાલુકાના હિસામપુર માડો ગામના હજારો ગ્રામવાસીઓએ મત આપવાનો ઇનકાર કરી દીધો છે.

ગ્રામજનોમાં ભારે રોષ

આ ગામમાં લોકોએ ચારેય બાજુ મતદાનના બહિષ્કારના પોસ્ટર લગાવ્યા છે અને દરેક મતદાન મથકની બહાર મતદાનનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ મતદાર કેન્દ્ર પર બેઠેલા ચૂંટણી કર્મચારીઓ મતદારોના આવવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ સવારથી લગભગ બપોર થઈ ગઈ છે અને હજુ સુધી એક પણ મતદાન થયું નથી. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભણવા જવા માટે પણ રેલવે લાઇન ક્રોસ કરવી પડે

ગામલોકોનું કહેવું છે કે ગામમાં વિકાસના કોઈ કામ થયા નથી. તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ પણ સાંસદો કે પ્રતિનિધિઓએ કોઈ સુનાવણી કરી નથી. જેના કારણે લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ગામના વડા વીરેન્દ્ર યાદવે જણાવ્યું કે ગામમાં પહોંચવા માટે કોઈ રસ્તો નથી અને લોકોને ત્યાં પહોંચવા માટે રેલ્વે લાઈન ક્રોસ કરવી પડે છે. બાળકોને ભણવા જવા માટે પણ રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે.

આ પણ વાંચો :પહેલાં ઉત્તર પ્રદેશમાં દેશી પિસ્તોલ બનતી, હવે તોપગોળા બને છે: અમિત શાહ

બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે

ટ્રેનની અડફેટે આવવાથી લગભગ એક ડઝન લોકોના મોત થયા છે. લોકોની માંગ છે કે રેલ્વે પર ઓવર બ્રિજ બનાવવો જોઈએ, જેના માટે સાંસદે પણ વચન આપ્યું હતું પરંતુ તે પૂરું કર્યું નથી. રોષની સ્થિતિ એવી છે કે આખું ગામ મતદાન મથકની બહાર ઉભા રહીને તેનો ખુલ્લો બહિષ્કાર કરી રહ્યું છે. તેમને મનાવવા માટે સિરાથુના એસડીએમ મહેન્દ્ર શ્રીવાસ્તવ, સીડીઓ કૌશામ્બી ડો. રવિ કિશોર અને ચૂંટણી પંચના નિરીક્ષકો અને અન્ય અધિકારીઓ પહોંચ્યા છે. પરંતુ ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી કોઈ નક્કર બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે.

યુપીના મહોબામાં એક પણ વોટ પડ્યો નથી

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મહોબામાં પણ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વહીવટી તંત્ર ગ્રામજનોના ગુસ્સાને શાંત કરી શક્યું નથી. બપોરે 1 વાગ્યા સુધી પણ અહીં મતદાન થયું ન હતું. ગ્રામજનોને સમજાવવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે સીડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તમામ અધિકારીઓ ગ્રામજનોને સમજાવવાનો નિયમિત પ્રયાસ કરી રહ્યા છે. રોડ બનાવવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે. નગરને જોડતા ગામડાના રોડને લઈને ગ્રામજનોમાં રોષ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button