નેશનલ

કેમિસ્ટ્રીના ક્લાસમાં અચાનક ઢળી પડ્યો: હાર્ટ એટકેને કારણે 9માં ધોરણના વિદ્યાર્થીનું મોત

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક આઘાતજનક ઘટના બની છે. અલીગંજની સિટી મોન્ટેસરી સ્કૂલમાં કેમિસ્ટ્રીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક બેભાન થઇ ગયો હતો. વિદ્યાર્થીને ઉપાડીને ટેબલ પર સુવડાવવામાં આવ્યો હતો. જોકે તેની તબિયતમાં કોઇ સુધારો ન દેખાતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે કહ્યું તે તેને હાર્ટ એટેક આવ્યો છે.

ડોક્ટરે તેને સીપીઆર પણ આપ્યું છતાં તેને બચાવી શકાયો નહતો. આ ઘટનાને કારણે તબીબો પણ હેરાન રહી ગયા હતાં. એક અહેવાલ મુજબ આ અંગે વાત કરતાં કેમિસ્ટ્રીના શિક્ષક નવીન કુમારે જણાવ્યું કે, તેઓ કેમિસ્ટ્રીનો ક્લાસ લેવા ગયા હતાં. જે બાળકોને અભ્યાસને લઇને કોઇ સમસ્યા હતી તેમની શંકાઓના નિરાકરણ માટે ક્લાસ રાખવામાં આવ્યો હતો. આ સમયે નવમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આતિફ સિદ્દીકી સેલ્ફ સ્ટડી કરી રહ્યો હતો. સેલ્ફ સ્ટડી કરતી વખતે તે અચાનક બેભાન થઇ ગયો હતો. મેં તરત જ એને ઉપાડીને ટેબલ પર સૂવડાવ્યો અને સ્કૂલના નર્સને બોલાવ્યા.

સ્કૂલના નર્સે જ્યારે આવીને જોયું ત્યારે તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીને તરત જ હોસ્પિટલમાં ખસેડવો પડશે. ત્યાર બાદ આ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ત્યાંથી આ વિદ્યાર્થીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું કહેવામાં આવ્યું અમે એને બીજી હોસ્પિટલમાં લઇ ગયા. પણ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતી કશ્યપે કહ્યું કે, સ્કૂલમાં એક દુ:ખદ ઘટના બની છે. સ્કૂલના શિક્ષક અને નર્સ તરત જ આતિફને પોતાની કારમાં હોસ્પિટલ લઇ ગયા હતા. દરમીયાન અમે આ અંગે વિદ્યાર્થીના પિતાને પણ જાણ કરી દીધી હતી. તેઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. તબીબોએ તેને સીપીઆર આપ્યું છતાં આ વિદ્યાર્થી ભાનમાં આવ્યો નહતો. ત્યાર બાદ ડોક્ટરે આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. અને તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button