લખનઉઃ સમાજવાદી પક્ષના ધારાસભ્ય અને વિધાનસભામાં ચીફ વ્હીપ મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે સમાજવાદી પાર્ટીનો વ્હીપ સમાપ્ત થશે, ક્રોસ વોટિંગના કારણે પાર્ટી વિધાનસભ્ય પદ રદ કરાવી શકશે નહીં.
સપાના ધારાસભ્ય અને વિધાનસભામાં ચીફ વ્હીપ મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ યાદવને પત્ર લખીને રાજીનામું આપ્યું. હવે સમાજવાદી પાર્ટીનો વ્હીપ સમાપ્ત થશે, ક્રોસ વોટિંગના કારણે પાર્ટી વિધાનસભ્યનું સભ્યપદ રદ કરાવી શકશે નહીં.
ઉત્તર પ્રદેશની લડાઈ સૌથી રસપ્રદ બની છે. અહીંથી દસ ઉમેદવારો પસંદ કરવાના છે. જેમાંથી સાત ભાજપમાંથી અને ત્રણ સમાજવાદી પાર્ટીના કન્ફર્મ થયા હતા, પરંતુ ભાજપે સપાના ભૂતપૂર્વ નેતા સંજય સેઠને આઠમા ઉમેદવાર ઉતારીને સપા માટે સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી છે. ભાજપના ઉમેદવારોમાં આરપીએન સિંહ, ચૌધરી તેજવીર સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત, સાધના સિંહ, નવીન જૈન અને સુધાંશુ ત્રિવેદીનો સમાવેશ થાય છે.
જ્યારે સપાના ઉમેદવારો જયા બચ્ચન અને રામજીલાલ સુમન છે. આ પછી દસમી સીટ માટે જોરદાર સ્પર્ધા છે. 10મી સીટ માટે બીજેપીના સંજય સેઠ અને સપાના આલોક રંજન વચ્ચે જોરદાર ટક્કર છે. ત્યારે હવે અહીં સપાનો ખેલ બગડે તેવી સ્થિતિ છે. આજે યુપી, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની રાજ્યસભાની 15 બેઠક માટે ચૂંટણી છે. 41 સભ્ય બિનહરીફ ચૂંટાયા છે.
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે