ઉત્તર પ્રદેશના નિક્કી હત્યા કેસનું રહસ્ય ઘેરાયું, બીજા માળના સીસીટીવી બંધ હાલતમાં

નોઈડા : ઉત્તર પ્રદેશના નોઈડાના નિક્કી ભાટી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં પોલીસે તેના ઘરેથી જવનલશીલ પદાર્થ જપ્ત કર્યો છે. તેમજ ઘરની અંદરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે. જોકે, આ દરમિયાન પોલીસને ઘરના બીજા માળના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જયારે ગેટ અને દુકાનના કેમેરા ઓન હતા. જેમાં વિપિન બહાર જતો જોવા મળ્યો છે.
આ કેસની તપાસ માટે પોલીસે ઘરના અંદરના દુકાનની બહારના અને રોડના અનેક કેમેરાના ફૂટેજને તપાસ માટે મોકલ્યા છે. દુકાનના લાગેલા કેમેરામાં વિપિન 5.30 વાગ્યેથી 6 વાગેની વચ્ચે ઘરના સામે વાળી બેકરી પર જઈને ઘરની અંદર આવતો જોવા મળે છે.
નિક્કીએ સળગાવતો વિડીયો કંચને બનાવ્યો હતો
જેમાં પોલીસને હવે નિક્કીની બહેન કંચનના નિવેદન અને સીસીટીવી કેમેરાના દ્રશ્યો વચ્ચે તફાવત જોવા મળ્યો છે. જેના લીધે પોલીસ ફરી એકવાર કંચનની પૂછપરછ કરશે. જેમાં નિક્કીને સળગાવતો વિડીયો કંચને બનાવ્યો હતો. તેમજ પોલીસ ફરિયાદ પણ તેણે જ દાખલ કરી હતી. તેમજ કંચને દાવો પણ કર્યો હતો કે તેણે નિક્કીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આપણ વાંચો: ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા