ઉત્તર પ્રદેશમાં વધુ ગેરકાયદે ધર્માંતરણ રેકેટે ઝડપાયું, અલીગઢથી 97 યુવતીઓ ગાયબ | મુંબઈ સમાચાર
નેશનલ

ઉત્તર પ્રદેશમાં વધુ ગેરકાયદે ધર્માંતરણ રેકેટે ઝડપાયું, અલીગઢથી 97 યુવતીઓ ગાયબ

અલીગઢ : ઉત્તર પ્રદેશમાં એક પછી એક પ્રકાશમાં આવી રહેલા ગેરકાયદે ધર્માંતરણ રેકેટે યોગી સરકારની મુશ્કેલી વધારી દીધી છે. જેમાં બલરામપુર, આગ્રા અને હવે અલીગઢથી ગેરકાયદે ધર્માંતરણ રેકેટ પ્રકાશમાં આવ્યું છે. જેમાં છાંગુર બાબાના રેકેટ બાદ આગ્રામાં ગેરકાયદે ધર્માંતરણનું રેકેટ મળી આવ્યું હતું. જેના તાર અલીગઢ સુધી ફેલાયેલા છે. આ કેસમાં ઉમર ગૌતમ નેટવર્ક ચલાવતો હતો. મળતી માહિતી મુજબ 97 યુવતીઓ ગાયબ છે.

ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમ પણ જોડાઈ

જોકે, અલીગઢમાં પ્રકાશના આવેલા આ ગેરકાયદે ધર્માંતરણ રેકેટેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેમજ પોલીસ અને ગુપ્તચર એજન્સીના આ કેસની તપાસમાં જોતરાઈ છે. મળતી માહિતી મુજબ આ રેકેટમાં 97 થી વધુ યુવતીઓને ફસાવવામાં આવી છે. જે હાલ ગાયબ છે. આ કેસની ગંભીરતાથી લેતા પોલીસે આ રેકેટ સાથે સંકળાયેલા લોકોને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે. તેમજ આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમ પણ જોડાઈ છે.

બે સગી બહેન ગાયબ થવાની ફરિયાદ નોંધાઈ હતી

આ ગેરકાયદે ધર્માંતરણ રેકેટેની ખુલાસો આગ્રાથી ઉમર ગૌતમની ધરપકડ બાદ કરવામાં આવ્યો છે. તેમજ તપાસમાં ખબર પડી હતી કે ઉમર ગૌતમ અલીગઢમાં પણ ગેરકાયદે ધર્માંતરણનું નેટવર્ક ફેલાવી રહ્યો હતો. જેમાં અલીગઢમાં વર્ષ 2025 માં સદર પોલીસ મથકમાં બે સગી બહેન ગાયબ થવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમની ઉંમર અનુક્રમે 18 અને ૩૩ વર્ષની હતી.

બંને બહેનોનું જબરજ્સ્તી ધર્માંતરણ કરાવવામાં આવ્યું

જેમાં તપાસ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયા પર એક યુવતીની તસવીર જોવા મળી હતી. જેમાં યુવતી એકે-47 સાથે જોવા મળી હતી. આ તસવીરની તપાસ બાદ નવો વળાંક આવ્યો હતો. તેના થકી ગેરકાયદે
ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમાં આ બંને બહેનોનું જબરજ્સ્તી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું.
તેમજ તેમને કોલકાતાના એક મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં સંતાડવામાં આવી હતી.

ગેંગના સભ્યો પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવતા

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ ગેંગ સોશિયલ મીડિયા, ડાર્ક વેબ અને અલગ અલગ મોબાઈલ એપની મદદથી યુવતીઓએ નિશાન બનાવતા હતા. આ ગેંગના સભ્યો પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવતા હતા અને પછી તેમનું બ્રેઈન વોશ કરતા હતા. તેની બાદ ધર્મ પરિવર્તન કરાવતા હતા. આ ગેંગ એટલી ગુપ્ત રીતે કામ કરતી હતી કે પોલીસ પણ આ સમગ્ર નેટવર્કથી અજાણ હતી.

આ પણ વાંચો…યુપીમાં ધર્માંતરણનો માસ્ટરમાઇન્ડ છાંગુર બાબા માટી, કાજલ અને દર્શન જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button