નેશનલ

ઉત્તર પ્રદેશનામાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી, 10ના મોત

લખનઉ: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગત મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident in Mirzapur) સર્જાયો હતો, ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં થતા ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 10 શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મજૂરો વારાણસીના રહેવાસી હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ 13 મજૂરો સવાર હતાં, તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાં કામ કરીને પાછા વારાણસી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત રાત્રે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો, આ અકસ્માતની માહિતી મળતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. માર્ગ અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વારાણસી-પ્રયાગરાજ હાઈવે બ્લોક કરી દીધો હતો.

અહેવાલ મુજબ, ટ્રકે પહેલા એક બાઇકને પણ ટક્કર મારી હતી, આ પછી ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ. અકસ્માત બાદ ટ્રોલી પલટીને નાળામાં ખાબકી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફલાઈ ગઈ હતી અને ગ્રામજનોએ લોકોને બહાર કાઢ્યા હતાં. એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા. તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

મૃતકોની ઓળખ ભાનુ પ્રતાપ (25), વિકાસ કુમાર (20), અનિલ કુમાર (35), સૂરજ કુમાર (22), સનોહર (25), રાકેશ કુમાર (25), પ્રેમ કુમાર (40), રાહુલ કુમાર (26), નીતિન કુમાર (22) અને રોશન (27) તરીકે થઈ છે. જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button