મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માત, 6 લોકોના મોત 10 ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

મથુરાના યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માત, 6 લોકોના મોત 10 ઘાયલ

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લાના યમુના એક્સપ્રેસ પર શનિવારે વહેલી સવારે બે અકસ્માત સર્જાયા હતા. આ બે અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે જયારે 10 લોકો ઘાયલ થયા છે. જેમાં પ્રથમ દુર્ઘટના એક કાર સામેથી આવી રહેલા ભારે ટ્રકને અથડાઈ હતા ઘટી હતી. જેમાં કારમાં સવાર છ લોકોના મોત થયા છે. જયારે કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે બીજા અકસ્માતમાં દિલ્હીથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક ખાનગી બસ પલટી હતી. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર છ લોકોના મોત

યમુના એકસપ્રેસ પર થયેલા અકસ્માત અંગે મથુરાના એસએસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે સવારે ત્રણ વાગે એક કાર દિલ્હીથી આગ્રા આવી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરને કદાચ ઉંઘનું ઝોકું આવી જતા કાર આગળ જઈ રહેલા ભારે વાહન સાથે અથડાઈ હતી. જેના પગલે કારમાં સવાર છ લોકોના મોત થયા છે. જયારે બે લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખાનગી બસ પલટી જતા આઠ લોકો ઘાયલ

પોલીસનાં જણાવ્યા અનુસાર બીજા અકસ્માતમાં યમુના એકસપ્રેસ વે પર સવારે ચાર વાગ્યે એક ખાનગી બસ પલટી હતી. આ બસ દિલ્હીથી મધ્ય પ્રદેશ જઈ રહી હતું. આ દુર્ઘટનામાં કુલ આઠ લોકો ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત સ્થિર છે. તેમના પરિજનો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમજ અન્ય મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો અકસ્માતઃ બોલેરો 150 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં આઠનાં મોત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button