ઉત્તર પ્રદેશના લખનઉમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ, બે લોકોના મોત

લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગેરકાયદે ફટાકડા ફેકટરી વિસ્ફોટ થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બિલ્ડીંગ ઘરાશાયી થઈ હતી અને બે લોકો માર્યા ગયા હતા. તેમજ બિલ્ડીંગના કાટમાળમાં હજુ અનેક લોકો ફસાયા હોવાના દાવો કર્યો છે. જયારે કાટમાળમાંથી ઘાયલ લોકોને નીકાળીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો
આ દુર્ઘટના લખનઉના ગુડામ્બા વિસ્તારના બેહટા ગામમાં થયો હતો. આ વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક લોકોની મદદથી ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: UPDATE: ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગથી 17 શ્રમિકો જીવતા ભૂંજાયા
તેમજ બે લોકોના મુત્યુની પૃષ્ટિ
આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી .આ ઉપરાંત લખનઉના જીલ્લા વહીવટી અધિકારી, પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ રાહત કામગિરી ચાલી રહી છે. પોલીસે જણાવ્યું
કે આ વિસ્ફોટ બેહટાના એક મકાનમાં થયો હતો. તેમજ બે લોકોના મુત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે. જયારે પાંચ લોકો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સીએમ યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી
આ દુર્ઘટનાની સીએમ યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી છે. યુપી સીએમ કાર્યાલયે એક્સ પર લખ્યું છે કે, મુખ્ય મંત્રીએ મૃતકના પરિજનો પ્રત્યે સંવેદનાં વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા અને વહીવટી અધિકારીઓને તેમને યોગ્ય સારવાર આપવા નિર્દશ આપ્યા છે.