ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરાયું

લખનઉ : ઉત્તર પ્રદેશમાં શહેરોના નામ બદલવાનો સિલસિલો હજુ યથાવત છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદનું નામ હવે પરશુરામપુરી કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નામ બદલવાની મંજુરી આપતો પત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પાઠવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારને જલાલાબાદ શહેરનું નામ બદલીને પરશુરામપુરી રાખવા બદલ કોઈ વાંધો નથી.
સાંસદ જિતિન પ્રસાદે ખુશી વ્યકત કરી
જયારે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી રાખવાની મંજુરી મળતા જ પીલીભીતના સાંસદ જિતિન પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુશી વ્યકત કરી હતી. તેમને આ નિર્ણય બદલ પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: હિન્દુ સેનાએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા માર્ગ કરવા વિનંતી કરી…..
સંપૂર્ણ સનાતની સમાજ માટે ગર્વની ક્ષણ
તેમણે આ નિણર્યને સંપૂર્ણ સનાતની સમાજ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયે ભગવાન પરશુરામના ભક્તોને ગૌરવ અને આનંદની ક્ષણ પ્ર્દાન કરી છે. તેમજ આ ભગવાન પરશુરામની કૃપાથી સંભવ થયું છે. તેમણે વિશ્વ પર ભગવાન પરશુરામ કૃપા રાખે તે માટે પ્રાથર્ના કરી હતી.
શાહજહાંપુર ઉત્તર પ્રદેશના મુખ્ય જીલ્લાઓમાંથી એક છે. જે તેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કૃષિ મહત્વ માટે જાણીતું છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેના મહત્વના યોગદાનના લીધે તેને શહીદોની નગરી પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો: ‘મુંબઈ સેન્ટ્રલ’નું નામ બદલી નાના શંકરશેઠ રાખવાનું મુહૂર્ત ક્યારે?
શાહજહાંપુરની સ્થાપના 17 મી સદીમાં કરાઈ હતી
શાહજહાંપુરની સ્થાપના 17 મી સદીમાં મુઘલ સમ્રાટ શાહજહાંના શાસન કાળમાં થઈ હતી. તેનું નામ તેમના નામ પર જ પાડવામાં આવ્યું હતું. આ જીલ્લો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હતું. જેના પ્રખ્યાત ક્રાંતિકારીઓમાં રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહના નામ છે. આ તમામ કાકોરી કાંડમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.