ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડાના નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો, વિપિનને આ કારણે કરી હત્યા | મુંબઈ સમાચાર
નેશનલ

ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડાના નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો, વિપિનને આ કારણે કરી હત્યા

નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેના નિક્કીની હત્યા પાછળ તેના પતિ વિપિનના પ્રેમ સબંધો જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેની બાદ જ નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પરિજનોનો આક્ષેપ છે કે વિપિન તેની પ્રેમિકા સાથે દનકોરથી ઝડપાયા હતા. બંને બહેનોને પીછો કરીને વિપિનને પ્રેમિકા સાથે ઝડપ્યા હતા.

આ અંગે નિક્કીના પિતા ભિકારી સિંહનો આરોપ છે કે, વિપિનના પ્રેમ સબંધની પોલ ખુલ્યા બાદ તેને નિક્કી પર ક્રુરતાની શરૂઆત કરી હતી. જયારે નિક્કી અને કંચને આ અંગે વિપીને પૂછ્યું પણ હતું. જેની બાદ વિપિન ગુસ્સે થયો હતો. તેમજ દહેજની માંગણી પર શરુ કરી હતી. આ ઘટના વર્ષ 2024માં બની હતી. તેમજ તેના સગાસંબધીઓને વાત કરીને સુધરવા માટે પણ જણાવ્યું હતું.

જેની બાદ વિપિન નિક્કીને તેના પ્રેમ સબંધમાં અડચણ માનતો હતો. તેની બાદ તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. તેણે નિક્કી વિરુદ્ધ ખરાબ વ્યવહાર શરુ કર્યો હતો. તે વાત વાતના ગાળો આપતો અને હેરાન કરતો હતો. જેના લીધે નિક્કી
પરેશાન રહેવા લાગી હતી અને પરિવારજનોને જણાવ્યું હતું.

જયારે નિક્કીના પિતા સમાજના લોકો સાથે સિરસા ગામ પહોંચ્યા હતા અને વિપિનના પરિવારજનોને સમજાવ્યા હતા. ત્યારે નિક્કીએ કહ્યું હતું કે પુત્રના સહારે જીવન વિતાવી લેશે અને તેને ઘરમાં રહેવા દો. ત્યારે તેની સાસુ ગુસ્સે થઈ ગઈ હતી.

નિક્કી અને વિપિનના વર્ષ 2016માં લગ્ન થયા હતા

ઉલ્લેખનીય છે કે, નિક્કી અને વિપિનના વર્ષ 2016માં લગ્ન થયા હતા. તેની બહેન કંચનના લગ્ન પણ વિપિનના ભાઈ રોહિત સાથે થયા હતા. તેમજ કંચનની એફઆઈઆર મુજબ ગુરુવારે સાંજે નિક્કી પર તેના પતિ અને સાસુ દયાએ હુમલો કર્યો હતો. જેમાં કંચને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તો તેને પણ મારવામાં આવી હતી. તેમજ વિપીને તેની બાદ જવલનશીલ પદાર્થ નાંખીને તેને સળગાવી દીધી હતી.

આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button