નેશનલ

ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો

લખનઉ: વર્ષ 2025ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થશે. આ 45-દિવસીય કાર્યક્રમની તૈયારીઓને માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગમ અને તેની આસપાસના વિસ્તારોને સત્તાવાર રીતે ‘મહાકુંભ મેળા જિલ્લા’ (Mahakumbh Mela District) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

76મો જિલ્લો:
ઉત્તર પ્રદેશમાં હવે 75ને બદલે 76 જિલ્લા હશે, કારણ કે મહાકુંભ મેળાના વિસ્તારને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે રવિવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં નવા જિલ્લાની સરહદોની વિગતો આપવામાં આવી હતી, જેમાં સંગમ, ચાર આસપાસના તાલુકાઓ અને 67 નિયુક્ત વિસ્તારોનો સમાવેશ થાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ (સુધારા) અધિનિયમ, 2016 ની કલમ 12 હેઠળ નવો જિલ્લો જાહેર કર્યો છે. આ કયદો તંત્રને એડીશનલ જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવાની અને તેમને નવા જિલ્લાની અંદરના તમામ કેસોનું સંચાલન કરવાની સત્તા પણ આપે છે.

Also Read – Farmer Delhi March: આજે ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે, જાણો શું છે ખેડૂતોની માંગણીઓ

મહાકુંભ મેળા વિસ્તારને નવો જિલ્લો જાહેર કરવામાં આવતા હવે પ્રયાગરાજ ડિવીઝનમાં પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. પ્રયાગરાજની સાથે પ્રતાપગઢ, કૌશાંબી, ફતેહપુર, મહાકુંભ મેળા જિલ્લાનો હવે ડિવીઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વડા પ્રધાન ઉદ્ઘાટન કરશે:
13 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાકુંભ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 13 જાન્યુઆરી, 2025 ના રોજ પોષ પૂર્ણિમાના પરંપરાગત સ્નાનથી આ મેલાની શરૂઆત થશે અને 26 ફેબ્રુઆરીએ માઘ શિવરાત્રિ સાથે મહાકુંભ મેળો સમાપ્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button