નેશનલ

ઉત્તર પ્રદેશની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા

સુલ્તાનપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કેટલીક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં અહીંની એમપી – એમએલએ કોર્ટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને છઠ્ઠી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે.

અમિત શાહ સામે વાંધાજનક નિવેદનો કર્યા હોવાની રાહુલ ગાંધી સામે ચોથી ઑગસ્ટ, ૨૦૧૮ તારીખે કેસ કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં રાહુલ ગાંધીને કોર્ટમાં ૧૬મી ડિસેમ્બરે હાજર રહેવા સમન્સ પાઠવ્યા હતા. રાહુલ ગાંધી ૧૬મીએ કોર્ટમાં હાજર રહ્યા ન હતા તેવું ફરિયાદી વિજય મિશ્રાના એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યું હતું.

એમપી-એમએલએ કોર્ટના જજ યોગેશ યાદવે દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો અને આગામી સુનાવણી ૨૭મી નવેમ્બરે રાખી હતી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા હતા. ફરિયાદી વિજય મિશ્રા હનુમાનગંજના રહેવાસી છે અને એક સહકારી બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત