નેશનલ

મુરાદાબાદમાં દૂધવાળાએ કરી આવી હરકત, વીડિયો થયો વાયરલ…

Viral Video: ઉત્તર પ્રદેશમાં સતત રોટલી, જ્યૂસમાં થૂંકવાની ઘટના ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન એક દૂધવાળાએ પણ તમામ હદ પારીને દૂધ ભરવાના માપિયામાં થૂંક્યો હતો. વાયરલ વીડિયો અનુસાર, દૂધવાળાનું નામ આલમ છે. કેનમાંથી દૂધ કાઢતી વખતે તે થૂંક્યો હતો. પોલીસ અનુસાર વીડિયો સામે આવતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, દૂધના માપિયામાં થૂંકીને ઢાંકણું બંધ કરી દે છે. જે બાદ એક કેનમાંથી બીજા કેનમાં દૂધ નાંખે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો : બહારનું ખાતા પહેલા ચેતજો: મોમોસ ખાવાથી થયું એક વ્યક્તિનું મોત; અનેક પડ્યા બીમાર

એસપી સિટી રણવિજય સિંહે મીડિયાને જણાવ્યું, વીડિયોને લઈને બે બાબતો સામે આવી છે. એક તરફ લોકો કહે છે કે દૂધમાં થૂંક્યું છે. બીજો વ્યક્તિ કહે છે કે તે વાસણમાં ડોકિયું કરીને દૂધની માત્રા તપાસી રહ્યો હતો. અધિકારીએ કહ્યું કે ફરિયાદ મળતા જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.

5 દિવસ પહેલા બારાબંકીના ઢાબામાં એક યુવકે આવું જ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઢાબા પર, યુવક પહેલા રોટલી પર થૂંકે છે, ત્યારબાદ તે રોટલીને તંદૂરમાં નાખે છે. કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

યુપીમાં સતત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ગાઝિયાબાદમાં એક રિયલ એસ્ટેટ બિઝનેસમેનના ઘરે કામ કરતી નોકરાણી પોતાના પેશાબથી રોટલીનો લોટ બાંધતા પકડાઈ હતી. ગાઝિયાબાદમાં જ્યુસમાં પેશાબ ભેળવીને લોકોને આપવાનો મામલો સામે આવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સહારનપુરની એક હોટલમાં એક કર્મચારી રોટલી પર થૂંકતો અને તંદૂરમાં પકવતો પકડાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button