યુપી પેટા ચૂંટણી પરિણામઃ મિલ્કીપુરમાં જાણો કોણે લીધી લીડ? ભાજપ-સપા માટે પ્રતિષ્ઠાનો છે જંગ
લખનઉઃ ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. સપા નેતા અવધેશ પ્રસાદ ફૈઝાબાદથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી કરેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. અહીંયા સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય મુકાબલો છે. આ પેટા ચૂંટણી અયોધ્યા જિલ્લામાં હોવાથી સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. મિલ્કીપુર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાને 4000 મતની લીડ લીધી છે.
2024માં ફૈઝાબાદ લોકસભા સીટ જીત્યા બાદ સપા નેતા અવધેશ પ્રસાદે આ બેઠક ખાલી કરી હતી. જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી. સપા આ સીટને જાળવવાની કોશિશ કરી રહી છે. ભાજપે આ ચૂંટણીમાં ફૈઝાબાદમાં થેયલી હારનો બદલો લેવાના રૂપમાં જોઈ રહી છે. 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અયોધ્યા જિલ્લાની એક માત્ર મિલ્કીપુર વિધાનસભા સીટ ભાજપે ગુમાવી હતી.
Also read: યુપીમાં રાજકીય સંકટ વચ્ચે પીએમ મોદી યોગી આદિત્યનાથ માટે શું બોલી ગયા કે….
મિલ્કીપુર સીટ પર બુધવારે થયેલી પેટા ચૂંટણીમાં કુલ 3.70 લાખ મતદારોમાંથી 65 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે 2022 વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન કરતાં વધારે છે. ચૂંટણી પંચ પ્રમાણે, આ વખતે 65.35 ટકા મતદાન થયું હતું. જ્યારે 2022માં આ સીટ પર 60.23 ટકા મતદાન નોંધાયું હતું.