ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદ મુદ્દે તણાવ, પોલીસે લાઠીચાર્જ કર્યો

બરેલી : ઉત્તર પ્રદેશના બરેલીમાં ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટરના વિવાદને કારણે તનાવનું નિર્માણ થયું છે. જુમ્માની નમાઝ પછી મામલો ગરમાયો છે. આઈએમસી પ્રમુખ મૌલાના તૌકીર રજાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ પ્રદર્શનકારીઓ માન્યા નહોતા અને બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી, ત્યારબાદ પોલીસને લાઠીચાર્જ કરવાની નોબત આવી.
સ્લિમ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ શુક્રવારે બરેલીમાં બપોરની નમાઝ બાદ આઈ લવ મોહમ્મદ પોસ્ટર વિવાદ મુદ્દે મુસ્લિમ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં અનેક લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર અને બેનર લઈને લોકો રોડ પર ઉતર્યા હતા. જેની બાદ પોલીસે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: “આઈ લવ મોહમ્મદ ” લખતા FIR! ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
ભીડ બેકાબૂ બનતા લાઠીચાર્જ કરવામાં આવ્યો
આ દરમિયાન મળતી માહિતી મુજબ શ્યામગગંજના પ્રદર્શનકારીઓએ એસપી ક્રાઈમ બ્રાંચ સાથે વિવાદ થયો હતો. જેની બાદ પોલીસ સ્થિતીને જોતા દુકાનો બંધ કરાવી હતી. નૌ મહલ મસ્જીદ બહાર ભીડ એકત્ર થઈ હતી. જયારે ભીડ બેકાબૂ બનતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેની બાદ લોકો ત્યાંથી લોકો ભાગવા લાગ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદ કાર્યક્રમમાં સીએમ યોગીને દફનાવવાની ધમકી
શ્યામગંજ બજાર રોડ પર ભારે બળ તૈનાત કરવામાં આવ્યું
આ ઉપરાંત શુક્રવારે સવારે ઇસ્લામિયા મેદાન અને બિહારીપુરને છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું. જયારે શ્યામગંજ બજાર રોડ પર ભારે બળ તૈનાત કરવામાં આવ્યું છે. બપોર બાદ લોકો એકત્ર થતા માહોલમાં તણાવ ઉત્પન્ન થયો હતો. જેમાં બપોરની નમાઝ બાદ લોકો બેનર સાથે નારેબાજી કરતા કરતા રેલી સ્વરૂપે નીકળ્યા હતા. ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેની બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.