ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર પ્રદેશના આગ્રા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તાજમહેલ પાસે ફાયરિંગ…

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. એરપોર્ટ પર મળેલા ઇ-મેઇલ મુજબ બેકપેકમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે. તાત્કાલિક એરપોર્ટ ખાલી કરો. આ ધમકી roadkillandkyokill@atomicmail.io મેઇલ આઈડી પરથી મોકલવામાં આવી હતી.

એજન્સીઓ એલર્ટ મોડ પર
“રોડકિલ અને ક્યો” એ ઇ- મેઇલમાં આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે એરપોર્ટના મુખ્ય સુરક્ષા અધિકારી સુકીર્તિ નિગમે શાહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભારતના અન્ય એરપોર્ટ પર પણ મેઇલ મોકલવામાં આવ્યા છે ત્યારબાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. આગ્રા પોલીસ સ્ટેશન શાહગંજ પોલીસે કેસ દાખલ કર્યો છે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

તાજમહેલના પાર્કિંગ નજીક ગોળીબાર
જ્યારે આગ્રામાં જ તાજમહેલના પાર્કિંગ નજીક ગોળીબાર થયો છે. ગોળીનો અવાજ સાંભળીને પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ છે. જેમાં કારમાં આવેલા બે છોકરાઓ પર ગોળીબાર કરવાનો આરોપ છે. આ ગોળીબાર કર્યા પછી બંને છોકરાઓ ભાગી ગયા. તેઓ કાર લઈને તાજમહેલના 500 મીટરની અંદર બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે કારને અંદર જતા અટકાવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, પાસ વગર કોઈપણ વાહન તાજમહેલથી 500 મીટરની અંદર જઈ શકતું નથી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી. પોલીસે છોકરાઓની શોધ શરૂ કરી દીધી છે. આ ઘટના તાજમહેલના પશ્ચિમ પાર્કિંગ પાસેના બેરિયર પાસે બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button