ઉત્તર પ્રદેશમાં ઈન્સ્ટા મારફતે ફ્રેન્ડશીપ કરી 3 હવસખોરે સગીરા પર ગેંગ રેપ કર્યો

લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને ત્રણ યુવકો તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ અંગે ફરિયાદ મળતા જ પોલીસે ગેંગરેપ કરનારા બે યુવકની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગેંગરેપ થવાનો ખુલાસો થયો
આ અંગે મળતી માહિતી મુજબ 15 નવેમ્બરના રોજ પીડિતાના પરિવારજનોએ મોહનલાલગંજ પોલીસ સ્ટેશનમાં સગીરાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેની બાદ પોલીસે બે ટીમની રચના કરીને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 16 ડિસેમ્બર રોજ સગીરા મળી આવી હતી. તેમજ તેની બાદ જ્યારે પોલીસે તેનું નિવેદન લીધું ત્યારે તેની સાથે ગેંગરેપ થવાનો ખુલાસો થયો હતો. જેની બાદ આ કેસને પોકસો એક્ટ અને બીએનએસ એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બે આરોપીઓની ધરપકડ
તેની બાદ પોલીસે 21 ડિસેમ્બરના રોજ કાર્યવાહી કરી અને બે આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રોહિત ઉર્ફે સોહિત અને મનીષ રસ્તોગી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી તેને લલચાવીને મલ્હૌર વિસ્તારમાં લઈ ગયા હતા અને પછી ગુનો આચર્યો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ મજૂરી કામ કરે છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ત્રીજો આરોપી હજુ પણ ફરાર
આ ઉપરાંત પોલીસ ફરાર આરોપી ને શોધવા માટે દરોડા પાડી રહી છે. મોહનલાલગંજ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ગેંગ રેપમાં ત્રણ યુવાનો સામેલ હતા જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજો આરોપી હજુ પણ ફરાર છે. તેમજ પોલીસ ટીમો તેને પકડવા માટે શક્ય છુપાયેલા સ્થળો પર સતત દરોડા પાડી રહી છે. પોલીસનો દાવો છે કે ત્રીજા આરોપીની પણ ટુંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.



