વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ જીવલેણ: ગુજરાતમાં એક વર્ષમાં ૧૫૦ અકસ્માત, ૩૩ મૃત્યુ

અમદાવાદઃ ઘણા લોકોને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. જોકે ઘણી વખત આ ટેવ જીવલેણ સાબિત થાય છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગથી 150 અકસ્માતની ઘટના નોંધાઈ હતી, જેમાં 33 લોકોના મૃત્યુ પણ થયા હતા. આ ઉપરાંત 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 90 જણાંને સામાન્ય ઈજાઓ થઈ હતી.
શું છે કારણો
સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે શહેરમાં વાહન પર બેસીને કોઈ મોબાઈલ ફોનમાં વાતો કરતાં કરતાં ચાલક જતો હોય તો તેને આ ગુના બદલ રૂ.5000નો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પોતાની માનસિક આદતને કારણે જાણતાં હોવા છતાં ચાલું વાહને મોબાઈલ લીધા વિના રહી નથી શકતા. શહેરના જાણીતા સાયકોથેરાપિસ્ટ આના માટે બીજું મોટું કારણ એકલા પડી જવાનો ડર પણ બતાવે છે. ત્રીજું કારણ હું મેનેજ કરી લઈશ. સેકન્ડમાં તો વાત પૂરી થઈ જશે. એવું વિચારતાં વિચારતા ચલાવનારા ઓવર કોન્ફિડન્સનો શિકાર બને છે. જ્યારે ચોથી કેટેગરીમાં ટ્રાફિક જામને કારણે કંટાળતાં વાહન ચાલકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.
સતત વધી રહ્યા છે અકસ્માત
આ ઉપરાંત હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરીને સાવ ઘ્યાન બેરા બનતા અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ચાલુ વાહને ગીત બદલવા કે એપને એડજેસ્ટ કરવાની ભૂલ કરી બેસનારા અને પોતાનો સમય બચાવનારા મલ્ટી ટાસ્કિંગ કામ કરનારાઓની પણ સંખ્યા વધી હોવાથી ચાલકો દ્વારા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાની આદત વધી રહી છે. જેના કારણે આવા અકસ્માતો પણ વધી રહ્યા છે.
આપણ વાંચો: ગુજરાતના તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ, નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં