નેશનલ

ફલાઇટમાં ધમકીભર્યા મેસેજ માટે લંડન-જર્મનીનાં IP એડ્રેસનો ઉપયોગ: તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોમાં ફ્લાઈટમાં ધમકી ભર્યા કોલની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આ કેસની પ્રાથમિક તપાસમાં આ ધમકી ભર્યા મેસેજ મોકલવામાં શંકાસ્પદ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટ્વીટરનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. X ટ્વીટર એકાઉન્ટ ઓપરેટ કરવા માટે શખ્સે લંડન અને જર્મનીનાં આઈપી એડ્રેસનો ઉપયોગ કર્યો હતો.

હાલ પ્રાપ્ત અહેવાલો અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ ધમકીભર્યા મેસેજ મોકલવા માટે નવું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું હતું અને સાત ફેક ટ્વીટ પણ કર્યા હતા. આ ટ્વિટ પછી એરસ્પેસમાં હડકંપ મચી ગયો હતો. જોકે બાદમાં એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

તપાસ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, X હેન્ડલે ઘણા VPNનો ઉપયોગ કર્યો હતો, આથી IP એડ્રેસ ‘બાઉન્સ ઓફ’ થયું હતું. એક્સ હેન્ડલ ઓપરેટર કોણ છે તેની તપાસ માટે I4Ci અને Certn in સહિતના ઘણા યુનિટનો સહારો લેવામાં આવી રહ્યો છે.

નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, ધમકીભર્યા કોલમાં VPNના ઉપયોગને લઈને તપાસ એજન્સીઓને VPN સેવાપ્રદાતાનો સંપર્ક કરવા સૂચવ્યું છે. જેથી એજન્સીઓને એ જાણવાનું મદદ મળશે કે આ ધમકીભર્યા કોલ ક્યાંથી આવ્યો હતો. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન સચિવે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button