યુએસ એમ્બેસીએ 10 લાખથી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. આ સંખ્યા 2019ની સરખામણીમાં 20 ટકાથી વધુ છે. ગયા વર્ષે 1.2 મિલિયનથી વધુ ભારતીયોએ યુએસની મુલાકાત લીધી હતી. આ અંગે અમેરિકાનું કહેવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે.
યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ એમઆઈટીમાં તેમના પુત્રના ગ્રેજ્યુએશન માટે યુએસ પ્રવાસ કરી રહેલા લેડી હાર્ડિન્જ કોલેજના વરિષ્ઠ સલાહકાર ડો. રંજુ સિંહને વ્યક્તિગત રીતે 10 લાખમો વિઝા આપ્યો હતો. રંજુ સિંહ અને તેમના પતિ બંનેને યુએસ વિઝા મળી ગયા છે અને તેઓ મે 2024માં અમેરિકા જશે.
“ભારત સાથે અમારો દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો ઊંડા છે. ઉપરાંત, બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. આપણા લોકો વચ્ચેના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત છે. અમે વધુ ભારતીય અરજદારોને યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાની અને યુએસ-ભારત મિત્રતાનો સ્વઅનુભવ કરવાની તક આપવા માટે આગામી મહિનાઓમાં વિઝા કામના રેકોર્ડ-સેટિંગ વોલ્યુમ આપવાનું ચાલુ રાખીશું,” એમ ભારતમાં એમ્બેસેડર એરિક ગારસેટીએ એમ્બેસીની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
યુએસ વિઝાની સતત માંગને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે કહ્યું હતું કે યુએસ ભારતમાં તેની કામગીરીમાં ભારે રોકાણ કરી રહ્યું છે. પાછલા એક વર્ષમાં અમેરિકાએ પહેલા કરતા વધુ વિઝા આપવા અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેના સ્ટાફનો વિસ્તાર કર્યો છે. યુએસે ચેન્નાઈમાં યુએસ કોન્સ્યુલેટ જેવી હાલની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે અને હૈદરાબાદમાં કોન્સ્યુલેટની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ