ભારતીય બેંકો પર અમેરિકાના ટેરિફની કેટલી અસર થશે? લેટેસ્ટ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ અમેરિકાએ લાદેલા ટેરિફના કારણે અનેક દેશોની હાલત કફોડી બની છે. એક રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારતની વિવિધ બેંકો પર સામાન્ય અસર જોવા મળશે. અહેવાલ મુજબ, સરકારના વિવિધ નિર્ણયો, મધ્યમ આવક ધરાવતાં લોકોમાં ટેક્સમાં ઘટાડો અને માંગને વધારવા માટે નાણાકીય નીતિમાં ઢીલના કારણે ભારતીય બેંકિંગ સિસ્ટમ પર નજીવી અસર થશે.
આ નાણાકીય વર્ષ બેંકો માટે કેવું રહેશે?
અહેવાલ મુજબ, તાજેતરના વર્ષોમાં પૂરતા સુધારા બાદ અસુરક્ષિત લોન, માઈક્રોફાયનાન્સ લોન અને નાના કારોબારીને આપવામાં આવેલી લોનમાં વૃદ્ધિના કારણે બેંકોની એસેટ ક્વોલિટીમાં મધ્યમ ગતિએ ઘટાડો આવવાની સંભાવના છે. આ નાણાકીય વર્ષ બેંકો માટે લાભદાયી સાબિત થશે.
રિપોર્ટમાં જણાવાયું છે કે બેંકો મજબૂત મૂડીકરણ જાળવી રાખશે. ઉપરાંત સ્થાનિક ઇક્વિટી બજાર સુધી સરળ પહોંચ સાથે ગતિ જાળવી રાખશે. નોન-બેંક ધિરાણકર્તાઓની મૂડી સ્થિતિ લોનની ગુણવત્તા અને નિયમનકારી વિકાસ પરની પ્રતિકૂળ અસરને ટાળવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 26માં વિકાસ દર 16-18 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે છેલ્લા કેટલાક નાણાકીય વર્ષોમાં જોવા મળેલા દર કરતાં ઓછો છે.
આપણ વાંચો: ફિરોજપુરમાં ઝીરો લાઈન પાર કરી લેતા ભારતીય જવાનને પાકિસ્તાને પકડી લીધો, અધિકારીઓ સરહદ પર પહોચ્યાં