અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો 440 વોલ્ટનો ઝટકો, PoKને ગણાવ્યું ભારતનું…

વોશિંગ્ટન ડીસીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ થઈ છે. બંને દેશોએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું હતું. અમેરિકાએ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવીને એક એવો નકશો જાહેર કર્યો છે, જેમાં PoK ને પણ ભારતમાં બતાવવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ની ઓફિસ દ્વારા ભારતનો એક સત્તાવાર નકશો શેર કરવામાં આવ્યો છે. આ નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આમાં PoK માટે કોઈ અલગ સીમાંકન કે વિવાદિત રેખા બતાવવામાં આવી નથી.
અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક ચિત્ર નથી, પરંતુ તે અમેરિકાની વિચારધારામાં આવેલા મોટા પરિવર્તનનો સંકેત છે. ભારત હંમેશા કહેતું આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સંપૂર્ણ વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે, જેમાં PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ સામેલ છે. હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો જાહેર થવાનો અર્થ એ છે કે અમેરિકા પણ ભારતની આ વાતને સ્વીકારી રહ્યું છે.
આ એવો પણ સંકેત આપે છે કે અમેરિકા હવે PoK ના મુદ્દે નથી. આ બાબત તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે. બંને દેશોએ ટેરિફ ઘટાડવા અને ટ્રેડ ડીલ પર ફ્રેમવર્ક જાહેર કર્યું છે.
આ પણ વાંચો…રશિયાથી આયાત થતા ઓઈલ પર અમેરિકાએ હટાવ્યો 25 ટકા ટેરિફ, ભારતમાં પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો?
અમેરિકી ટ્રેડ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નકશામાં ન તો લાઇન ઓફ કંટ્રોલનો ઉલ્લેખ છે કે ન તો કોઈ પ્રકારનો વિવાદિત વિસ્તાર બતાવવામાં આવ્યો છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર સ્પષ્ટપણે ભારતના નકશામાં સામેલ દેખાય છે. USTR એ ભારત-અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ફ્રેમવર્ક સાથે સંબંધિત એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ સમજૂતી હેઠળ અમેરિકન ઉત્પાદનો જેવા કે ટ્રી નટ્સ, ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, તાજા અને પ્રોસેસ કરેલા ફળો માટે ભારતમાં નવા બજારો ખુલશે.
આ પણ વાંચો…પીઓકે હોય કે શક્સગામ ખીણ, પાછું લેવા મર્દાનગી બતાવવી પડે



