નેશનલ

અમેરિકામાં વિઝા પડકારો વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો

નવી દિલ્હી : અમેરિકામાં વિઝા મેળવવામાં પડતી મુશ્કેલીઓ વચ્ચે યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે પ્રકાશમાં આવેલા વર્ષ 2024-25ના ડેટા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 ટકા નો વધારો થયો છે. જેના લીધે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થી એકવાર સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમૂહ બન્યો છે.

ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

જયારે ડેટા અનુસાર સતત પાંચમા વર્ષે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે વિશ્વભરમાંથી એકંદર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વિઝા પડકારો છતાં ભારતીય યુવાનોનો ઉત્સાહ ઓછો થયો નથી. જેઓ ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને કારકિર્દીની તકો માટે અમેરિકાને તેમની પ્રથમ પસંદગી માને છે.

આપણ વાચો: કેનેડા ભણવા જવું મુશ્કેલ બન્યું! ભારતીય વિદ્યાર્થીઓની 75% અરજીઓ નકારી કાઢવામાં આવી

ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,63,019

જોકે, વર્ષ 2024 -25ના શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,63,019 પર પહોંચી છે. જે ગત વર્ષ કરતા 10 ટકા વધુ છે. જ્યારે આ વૃદ્ધિ પાછલા વર્ષ કરતા થોડી ધીમી છે. ભારત ફરી એકવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ રહ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં 7 ટકાનો ઘટાડો થયો છે.

63 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ સરકારી સંસ્થાઓમાં

જયારે અહેવાલ મુજબ, 63 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ સરકારી સંસ્થાઓ પસંદ કરી છે. જ્યારે 37 ટકા ખાનગી યુનિવર્સિટીઓ પસંદ કરી છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ટેક્સાસ, ન્યુ યોર્ક, કેલિફોર્નિયા, મેસેચ્યુસેટ્સ અને ફિલાડેલ્ફિયાની કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે.અમેરિકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ભારત સહિત ઘણા દેશો સાથે તેની પહોંચ અને સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button