નેશનલ

US Embassyમાં પોસ્ટ દ્વારા 50 પાસપોર્ટ આવ્યા, સુરક્ષાને ખતરો કે છેતરપીંડી?

દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસમાં પોસ્ટ દ્વારા મોટી સંખ્યામાં પાસપોર્ટ આવવાના કારણે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. અધિકારીઓએ પોસ્ટ દ્વારા એમ્બસીમાં મોટી સંખ્યામાં પાસપોર્ટ આવવાને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. અધિકારીઓએ આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ઘણા દિવસોની તપાસ બાદ પણ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને કોઈ કડી નથી મળી રહી. સાથે જ દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાસપોર્ટ છેલ્લા કેટલાક સમયથી પોસ્ટ દ્વારા દૂતાવાસમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 50 થી વધુ પાસપોર્ટ આવી ગયા છે. આ પાસપોર્ટ અમેરિકા અને કેનેડા જવા માટે વિઝા માટે મોકલવામાં આવી રહ્યા છે.


એમ્બસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમ્બેસીમાં વિઝા માટે પાસપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ આવી કોઈ વ્યવસ્થા નથી. પાસપોર્ટ આવવાની ઘટનાના સુરક્ષાના જોખમ તરીકે જોવામાં આવી રહી છે. જો કે દિલ્હી પોલીસના અધિકારીઓ આ વાતને નકારી રહ્યા છે.


અહેવાલો મુજબ છેતરપિંડી કરનારાઓએ અમેરિકાના વિઝા માટે લોકોને છેતરી રહ્યા છે. વિઝા અપાવવાના નામે લોકો પાસેથી 5 થી 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. લોકોને પાસપોર્ટ એમ્બસીમાં મોકલવા કહેવામાં આવ્યું હોઈ શકે છે. એટલા માટે લોકોએ પોસ્ટ મારફતે તેમના પાસપોર્ટ મોકલી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પૈસા લીધા બાદ લોકોને કહેવામાં આવ્યું કે તેમના વિઝા મંજૂર થઈ ગયા છે. તેણે ચાણક્યપુરી સ્થિત દૂતાવાસમાં જવાનું રહેશે, ત્યાં તેમને પાસપોર્ટ અને વિઝા મળી જશે. અધિકારીઓનું કહેવું છે કે છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી કરવાની આ નવી પદ્ધતિ શોધી લાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button