
વોશીંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવા આપેલા વચનોનો અમલ કરી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી (Indian illegal Immigrants in USA) રહી છે. અહેવાલ મુજબ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ મીલીટરી એરક્રાફ્ટ ભારત માટે રવાના થઈ ગયું છે. C-17 એરક્રાફ્ટ 24 કલાક બાદ ભારત પહોંચશે, જોકે આ ફ્લાઇટમાં કેટલા લોકો છે હજુ સ્પષ્ટ થયું નથી.
Also read : Sonia Gandhi અને પપ્પુ યાદવ વિરુદ્ધ ભાજપે આપી વિશેષાધિકાર ભંગની નોટિસ
દેશનિકાલ અભિયાન:
ટ્રમ્પે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાન ચલાવવાનું વચન આપ્યું હતું, અને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ અમેરિકામાં વસતા લગભગ 18,000 ગેરકાયદે ભારતીય નાગરિકોની પ્રારંભિક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં કુલ 15 લાખ લોકોનો સમાવેશ થાય છે.
ભારતીયો સામે પહેલીવાર કાર્યવાહી:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સાંભળ્યા પછી ભારતીય નાગરીકોના દેશ નિકાલની આ પ્રથમ ઘટના છે. ટ્રમ્પ અને યુએસના વિદેશ સચિવ માર્કો રુબિયો ભારત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની વાતચીત દરમિયાન અમેરિકામાં ભારતીયો દ્વારા ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વધુ ફ્લાઈટ્સ ભારત મોકલવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે, આ દરમિયાન તેઓ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરાવના છે, જેના પર સૌની નજર છે. આ બેઠક દરમિયાન ભારતીય ઇમિગ્રન્ટ્સ અંગે ચર્ચા થઇ શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે સૈન્યની મદદ માંગી:
નોંધનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં માટે યુએસ સૈન્યની મદદ માંગી છે. જે અંતર્ગત યુએસ-મેક્સિકો સરહદ પર વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મિલીટરી બેઝમાં રાખવામાં આવી રહ્યા છે.
એક રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, આશરે 7,25,000 ભારતીય ઇમિગ્રન્ટ્સ ગેરકાયદે અમેરિકામાં રહે છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે.
Also read : Donald Trump એ બ્રિક્સ દેશોને આપી મોટી ચેતવણી, કહ્યું તો 100 ટકા ડ્યુટી લાદશે
ગયા મહિને, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને દેશમાં પરત સ્વીકારવા ભારત સરકાર તૈયાર છે.