
નવી દિલ્હી : અમેરિકામાં ગેરકાયદે રીતે જતા અન્ય દેશોના નાગરિકોને(US Deportation)અમેરિકા તેમના વતન પરત મોકલી રહ્યું છે. જેમાં અમેરિકાથી વાયા પનામા મોકલેલા 12 ભારતીયોને લઇને એક ફ્લાઇટ રવિવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત આવનાર ભારતીયોનો આ પ્રથમ સમૂહ છે. આ પૂર્વે અમેરિકાએ 332 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને વતન પરત મોકલ્યા હતા.
Also read : આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં ‘કેન્સર ડે કેર સેન્ટર’ બનાવાશેઃ પીએમ મોદી
પંજાબ, હરિયાણા અને યુપીના રહેવાસી
મળતી માહિતી મુજબ, તાજેતરમાં પનામાથી 12 ભારતીય નાગરિક ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટમાં ઇસ્તંબુલ થઈને નવી દિલ્હી પહોંચી હતી. જેમાં ચાર પંજાબના, ત્રણ હરિયાણાના અને ત્રણ ઉત્તર પ્રદેશના છે. હાલમાં એક વ્યક્તિની ઓળખ થઈ નથી. પંજાબના વિવિધ જિલ્લાઓના ચાર રહેવાસીઓને વિમાન દ્વારા અમૃતસર મોકલવામાં આવ્યા છે.
મધ્ય અમેરિકન દેશોમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે
પનામા અને કોસ્ટા રિકા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને હાંકી કાઢેલા અન્ય દેશના નાગરિકોને સ્વદેશ પરત મોકલવામાં મદદ કરી શકે. આ પ્રયાસના ભાગ રૂપે અમેરિકા વિવિધ એશિયન દેશોમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને આ મધ્ય અમેરિકન દેશોમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે. જેમણે વતન પરત ફરવાનો ઇનકાર કર્યો છે અથવા જેમની સરકારોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
Also read : યુપીના સંભલમાં હિંસા બાદ તંત્ર ‘એલર્ટ’: ગતિવિધિ પર નજર રાખવા 300 CCTV લગાવાશે
ત્રણ વિમાનોમાં લગભગ 299 લોકોને પનામા મોકલવામાં આવ્યા
હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પનામા પહોંચ્યા હતા. જ્યાં તેવો પનામાના રાષ્ટ્રપતિને મળ્યા હતા. બંને સંમત થયા કે પનામા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે બંને દેશો વચ્ચે સેતુ તરીકે કામ કરશે. અમેરિકા દેશનિકાલ કરાયેલા લોકોને તેમના દેશમાં મોકલવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. તેની બાદ ગયા અઠવાડિયે ત્રણ વિમાનોમાં લગભગ 299 લોકોને પનામા મોકલવામાં આવ્યા હતા.