વોશિંગ્ટનઃ ખાલિસ્તાની નેતા અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને લઈને અમેરિકાએ નવો દાવો કર્યો છે. અમેરિકાએ એક ભારતીય નાગરિક પર શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.
યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે નિખિલ ગુપ્તા નામના ભારતીયે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જુનમાં ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી અને હવે અમેરિકા તેના પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યું છે.
મેનહટનમાં ટોચના ફેડરલ પ્રોસિક્યુટર ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “શિખો માટે સાર્વભૌમ રાજ્યની જાહેરમાં હિમાયત કરનાર અમેરિકન નાગરિક (પન્નુ)ની હત્યાનું કાવતરું ભારતમાંથી ઘડવામાં આવ્યું હતું.” આ પહેલા અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે એક શીખ અલગતાવાદીની હત્યાનું કાવતરું હતું જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ઓફિસ ઓફ પબ્લિક અફેર્સ દ્વારા એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે નિખિલ ગુપ્તા કોન્ટ્રાક્ટ કિલર છે. આ વિભાગે ગુપ્તા પર પૈસાના બદલામાં હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતે આ મામલે અમેરિકાના અગાઉના દાવા અંગે જરૂરી પગલાં લીધા છે. અમેરિકી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવા માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે આ જાણકારી આપી હતી. અમેરિકાએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે તેણે ઉચ્ચ સ્તરે ભારત સાથે તેની સુરક્ષા ચિંતાઓ શેર કરી છે. આમાં “સંગઠિત ગુનેગારો, બંદૂકની હેરફેર કરનારાઓ અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ” પર શેરિંગ ઇનપુટ્સનો સમાવેશ થાય છે.
જાણકારી માટે કે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકન-કેનેડિયન નાગરિક છે. તે શીખ્સ ફોર જસ્ટિસનો જનરલ કાઉન્સેલ અને ભારતમાં નિયુક્ત આતંકવાદી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસ પ્રમુખ જો બાઇડેને સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
પન્નુની હત્યાના કથિત કાવતરા અંગેના મીડિયા અહેવાલો સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યાના લગભગ બે મહિના પછી આવ્યા હતા. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકારના એજન્ટો જવાબદાર હોઈ શકે છે. ભારતે આ આરોપોને વાહિયાત ગણાવીને ભારપૂર્વક નકારી કાઢ્યા હતા.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે