નેશનલ

દાદાનું સપનું પૂરું કરવા પૌત્રીએ પાસ કરી UPSC CDS પરીક્ષા, સેનામાં બનશે અધિકારી

રોહતકઃ યુપીએસસી સીડીએસનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું. આ પરીક્ષામાં હરિયાણાની હર્ષિતાએ દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. હર્ષિતા કાદિયાને તેના દાદાનું સપનું પૂરું કરવા માટે યુપીએસસી સીડીએસ પરીક્ષા પાસ કરી હતી. તેના દાદાની ઈચ્છા પૌત્રી સરકારી ઓફિસર બને તેવી હતી.

યુપીએસસી સીડીએસ પરીક્ષામાં ટોપ 3 રેંક મેળવનારી હર્ષિતા કાદિયાન હરિયાણાના રોહતક જિલ્લાની રહેવાસી છે. આ સફળતાની સાથે હવે તેનું ભારતીય સેનામાં અધિકારી બની દેશની સેવા કરવાનું સપનું પણ સાકાર થશે. સીડીએસ પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથમાં બે વખત યોજવામાં આવ છે. જેનો ઉદ્દેશ ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી, નેવલ એકેડમી, એરફો્ર્સ એકેડમી અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં યોગ્ય ઉમેદવારોની ભરતી કરવાનો છે.

હર્ષિતાએ પોતાના પ્રારંભિક શિક્ષણ હિસારના ઓપી મોર્ડન જિંદલ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષયમા ગ્રેજ્યુએશન (ઓનર્સ) કર્યું છે. તેનો પરિવાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેના પિતા અશોક કાદિયાન અને માતા કિરણ કાદિયાન હિસારમાં સ્પોકન ઈંગ્લિશ અને આઈઈએલટીએસનું કોચિંગ આપતી એકેડમી ચલાવે છે.

આપણ વાંચો:  રાજસ્થાનમાંથી ઝડપાયો વધુ એક જાસૂસ, પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું

હર્ષિતાના દાદા રણસિંહ લોક નિર્માણ વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ પદેથી નિવૃત્ત થયા હતા. દાદી ઓમવતી દેવી એક સેવાનિવૃત્ત સરકારી હિન્દી શિક્ષિકા છે. એક રિપોર્ટ પ્રમાણે, હર્ષિતાએ જણાવ્યું કે તેના દાદાની ઈચ્છા તે સરકારી અધિકારી બને તેવી હતી અને તેમણે જ તેનામાં સફળતાનું ઝનૂન ભર્યું હતું.

હર્ષિતાએ તેની સફળતાનો શ્રેય સતત કરવામાં આવતી મહેનેત અને આત્મવિશ્વાસને આપ્યો હતો. તેણે કહ્યું, સેનાની વર્દી મારા માટે સન્માનની વાત છે. એક અધિકારી તરીકે દેશની સેવા કરીશ તેનો મને અને મારા પરિવારને ગર્વ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button