UPSC 2024નું લિસ્ટ જાહેર થયું, ગુજરાતની 2 વિદ્યાર્થિની ટોપ 10માં

નવી દિલ્હી: દેશની સૌથી મહત્વની અને અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવતી, UPSC CSE માં દર વર્ષે લાખો ઉમેદવારો ભાગ લે છે. આ પરીક્ષા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય મહેસૂલ સેવા, ભારતીય વેપાર સેવા અને અન્ય ગ્રુપ A અને B કેન્દ્રીય સેવાઓ જેવા પ્રતિષ્ઠિત હોદ્દાઓ માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે, 22 એપ્રિલના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) ના અંતિમ પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર અંતિમ પરિણામો જોઈ શકશે. પરિણામ દસ્તાવેજમાં નિમણૂક માટે પસંદ કરાયેલા ઉમેદવારોના નામનો ઉલ્લેખ હશે.ભરતી પરીક્ષાના 2024 સત્રમાં, ઇન્ટરવ્યૂ રાઉન્ડ 7 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 17 એપ્રિલે સમાપ્ત થયો હતો. આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 1,132 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આપણ વાંચો: તેલુગુ ફિલ્મ સુપર સ્ટાર મહેશ બાબુને EDનું તેડું; આ મામલે થશે પૂછપરછ
આ વર્ષે UPSC પરિણામમાં મહિલાઓએ બાજી મારી છે. સમગ્ર ભારતમાં ઉત્તરપ્રદેશની શક્તિ દુબેએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. AIR 30માં ગુજરાતના 3 ઉમેદવારો ઉભરી આવ્યા છે. ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાન સાથે UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.