નેશનલ

બોડી શેમિંગની ભોગ બનેલી યુપીની ટોપર પ્રાચી નિગમનું દર્દ છલકાયું: કહ્યું, મેં ટોપ ન કર્યું હોત તો સારું હોત…

લખનઉ: સમાજમાં આજે પણ લોકોના રૂપ, દેખાવ અને સુંદરતાના કારણે લોકો પોતપોતાના અભિપ્રાય બનાવી લે છે અને પોતાના મતે જે સુંદર ન હોય તે વ્યક્તિ પછી ભલે કેટલી પણ સારી હોય, હોંશિયાર હોય તેને વિના કારણે બોડી શેમિંગનો ભોગ બનાવાય છે. સમાજના આ દૂષણનો ભોગ હાલમાં જ ઉત્તર પ્રદેશની એક ટીનેજર બની અને બોડી શેમિંગની તેના પર એટલી ખરાબ અસર થઇ છે કે તે પોતે નાની ઉંમરમાં મેળવેલી સિદ્ધીઓને વખોડી રહી છે.

યુપી બૉર્ડની મેટ્રીકની પરિક્ષામાં અવ્વલ નંબરે આવી ટોચનું સ્થાન મેળવનારી પ્રાચી નિગમને લોકોએ ઇન્ટરનેટ પર તેના દેખાવના કારણે એટલી ટ્રોલ કરી કે તે હવે કહી રહી છે કે ટોચનું સ્થાન મેળવવા કરતાં હું મને ઓછા નંબર મળ્યા હોત એ જ સારું હતું.

પ્રાચીએ 2024ની યુપી બૉર્ડની મેટ્રીકની પરિક્ષામાં પ્રાચીએ 600માંથી 591 અંક મેળવ્યા હતા અને 98.5 ટકા રિઝલ્ટ મેળવ્યું હતું. ત્યાર બાદ લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી અને મીડિયામાં પણ પ્રાચી છવાઇ ગઇ હતી.


આ પણ વાંચો:
ચહેરા પર વાળવાળી ટૉપર છોકરીને હિંમત આપવા શેવિંગ કંપનીએ એડવર્ટાઈસમેન્ટ આપી અને…

જોકે, પ્રાચીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અમુક બેફામ બનેલા ટ્રોલ્સે પ્રાચીના દેખાવની મજાક ઉડાવવાની શરૂ કરી હતી અને તેની ટ્રોલિંગનો સિલસિલો આગળ જ વધતો ગયો. જેના કારણે દુ:ખી થયેલી પ્રાચીએ કહ્યું છે કે આની કરતાં મારા થોડા ઓછા માર્કસ આવ્યા હોત તો સારું હોત. લોકો પ્રાચીના અપર લિપ્સ અને નાના વાળની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે તેની એક ટીનેજરના માનસ પર શું અસર થઇ શકે તેનો વિચાર ટ્રોલ્સ નથી કરી રહ્યા. બીજી બાજુ પ્રાચીની મજાક ઉડાવનારાને જવાબ આપનારો પણ એક વર્ગ ઇન્ટરનેટ પર છે. આ વર્ગ પ્રાચીને ટ્રોલ કરનારાઓને વળતો જવાબ આપી રહ્યા છે અને પ્રાચીની પ્રતિભાને વખાણી તેનો જુસ્સો વધારી રહ્યા છે.

છે. સમાજના આ દૂષણનો ભોગ હાલમાં જ ઉત્તર પ્રદેશની એક ટીનેજર બની અને બોડી શેમિંગની તેના પર એટલી ખરાબ અસર થઇ છે કે તે પોતે નાની ઉંમરમાં મેળવેલી સિદ્ધીઓને વખોડી રહી છે.યુપી બૉર્ડની મેટ્રીકની પરિક્ષામાં અવ્વલ નંબરે આવી ટોચનું સ્થાન મેળવનારી પ્રાચી નિગમને લોકોએ ઇન્ટરનેટ પર તેના દેખાવના કારણે એટલી ટ્રોલ કરી કે તે હવે કહી રહી છે કે ટોચનું સ્થાન મેળવવા કરતાં હું મને ઓછા નંબર મળ્યા હોત એ જ સારું હતું.પ્રાચીએ 2024ની યુપી બૉર્ડની મેટ્રીકની પરિક્ષામાં પ્રાચીએ 600માંથી 591 અંક મેળવ્યા હતા અને 98.5 ટકા રિઝલ્ટ મેળવ્યું હતું. ત્યાર બાદ લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી અને મીડિયામાં પણ પ્રાચી છવાઇ ગઇ હતી.જોકે, પ્રાચીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અમુક બેફામ બનેલા ટ્રોલ્સે પ્રાચીના દેખાવની મજાક ઉડાવવાની શરૂ કરી હતી અને તેની ટ્રોલિંગનો સિલસિલો આગળ જ વધતો ગયો. જેના કારણે દુ:ખી થયેલી પ્રાચીએ કહ્યું છે કે આની કરતાં મારા થોડા ઓછા માર્કસ આવ્યા હોત તો સારું હોત. લોકો પ્રાચીના અપર લિપ્સ અને નાના વાળની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે તેની એક ટીનેજરના માનસ પર શું અસર થઇ શકે તેનો વિચાર ટ્રોલ્સ નથી કરી રહ્યા. બીજી બાજુ પ્રાચીની મજાક ઉડાવનારાને જવાબ આપનારો પણ એક વર્ગ ઇન્ટરનેટ પર છે. આ વર્ગ પ્રાચીને ટ્રોલ કરનારાઓને વળતો જવાબ આપી રહ્યા છે અને પ્રાચીની પ્રતિભાને વખાણી તેનો જુસ્સો વધારી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button