નેશનલ

WFI પર હંગામો: જાણો વિનેશ ફોગાટ-સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પર સરકારે કેટલા કરોડ ખર્ચ્યા

નવી દિલ્હીઃ દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સતત સમાચારોમાં રહે છે. ચર્ચાનું મુખ્ય કારણ તેમનું પ્રદર્શન છે. તેઓ WFI ના ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે ભારતીય કુસ્તી મહાસંઘ, બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય અપરાધના આરોપો અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહ WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ સાક્ષી મલિકે પણ કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સિલસિલો ચાલુ છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સૂત્રોનું માનીએ તો સરકારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને માન અકરામ અને ઇનામના રૂપે કરોડો રૂપિયા આપ્યા છે. સાક્ષીને અત્યાર સુધી આશરે દસેક કરોડ રૂપિયા ઇનામના રૂપમાં મળ્યા છે. બજરંગ પુનિયાને છ કરોડ અને વિનેસ ફોગાટને પાંચ કરોડ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત તેમને માતબર પગાર પર સરકારી નોકરી આપવામાં આવી છે. આ ત્રણે રેસલર પર સરકારે કુલ 5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ રકમ 2016થી અત્યાર સુધીમાં ત્રણેય રેસલરો પર ખર્ચવામાં આવી છે. મળતી માહિતી મુજબ બજરંગ પુનિયા પર સૌથી વધુ 2 કરોડ 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જો આ વર્ષની વાત કરીએ તો ત્રણેય રેસલર્સ પર લગભગ 66 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં બજરંગ પર બત્રીસ લાખ, વિનેશ પર લગભગ ઓગણીસ લાખ અને સાક્ષી પર લગભગ સાડા પંદર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ વર્ષે તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. વિનેશ ફોગાટે આ વર્ષે કોઈપણ સ્પર્ધા કે ટ્રાયલમાં ભાગ લીધો નથી. વિનેશને એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી મળી હતી પરંતુ મેડિકલ સર્જરીના કારણે તેણે નામ પાછું ખેંચી લીધું હતું. બજરંગ પુનિયાની વાત કરીએ તો તેને એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી મળી હતી પરંતુ તે પાંચમા ક્રમે રહ્યો હતો. બજરંગે આ વર્ષે અન્ય કોઈ ટ્રાયલમાં ભાગ લીધો ન હતો. જ્યારે સાક્ષી મલિકે હવે રેસલિંગને અલવિદા કહી દીધું છે. તેણે આ વર્ષે કોઈ સ્પર્ધા કે ટ્રાયલમાં ભાગ લીધો ન હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button